________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરકી આશ સદા નિરાશા, એ હૈ જગજન પાસા; વો કાટનાકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા, આ૦ ૫ કબહીક કાજી કબહીક પાજી, કબહીક હુઆ અપભાજી; કબીક જગમેં કીર્તિ ગાજી, સબ પુગલકી બાજી. આ૦ ૬ શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકકુ દૂર નિવારી, જીવ વરે શિવનારી. આ૦ ૦
૧૦૬ ઉપદેશની સઝાયો આતમ ધ્યાનથી રે, સંતો સદા સ્વરૂપે રહેવું; કર્માધીન છે સહુ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કોઈ જન નાચે, કોઈ જન ખેલે, કોઈ જન યુદ્ધ કરતાં; કોઈ જન જન્મ, કોઈ જન રૂવે, દેશાટન કોઈ કરતાં. આતમ૦ ૨ વેળુ પીલી તેલની આશા, મૂરખ જન મન રાખે; બાવળીઓ વાવીને કેરી આંબા રસ શું ચાખે ? આતમ- ૩ રાગીથી તો રાગ ન કીજે, હેપીથી નહિ દ્વેષ; સમભાવે સહુ જીવને ગણીએ, તો શિવસુખનો લેશ. આતમ ૪ જૂઠી જગની પુદ્ગલબાજી, ત્યાં નવિ થઇએ રાજી; તન ધન જોબન સાથ ન આવે, આવે ન માતપિતાજી. આતમ પ લક્ષ્મી સત્તાથી શું થાયે ? જો મનમાં વિચારી; એક દીન ઉઠી જાઉં આ, દુનિયા સહું વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જોને કેઇક ચાલે; બિલાડીની દોટે ચડીચો, ઉંદરડો શું મહાલે ? આતમ છે કાળઝપાટા સહુને વાગે, યોગીજન ઝટ જાગે; ચિદાનંદધન આતમ અર્થી, રહેજે સૌ વૈરાગે. આતમ૦ ૮
For Private And Personal Use Only