________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુડું કુડું હેત કીધું, તેને સાચુ માની લીધુ અંત કાલે દુઃખ દીધું રે, સંસારીયામાં. સગુ૦ ૨ વિશ્વાસે વહાલા કીધાં, ઝેરના તે પ્યાલા પીધા; પ્રભુને વિસારી દીધા રે, સંસારીયામાં. સગુ૦ ૩ મનગમતામાં મહાલ્યો, ચોરને મારગે ચાલ્યો; પાપીઓનો સંગ ઝાલ્યો રે, સંસારીયામાં. સગુ૦ ૪ મુખે બોલ્યો મીઠી વાણી, ધન કીધું ધૂળધાણી; જીતી બાજી ગયો હારી રે, સંસારીચામાં. સગુ. ૫ ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીચે વશ કીધો; ગરષભદાસ કહે દગો દીધો રે, સંસારીચામાં. સગુ ૬
૧િ૦૩ આત્માની સઝાય ક્યાં તન માંજતાં રે, એક દિન મીટ્ટીમે મીલ જાના; મીટ્ટીમે મીલ જાના બંદે, ખાખમેં ખપ જાના, ક્યાં. ૧ | મીટ્ટીયા ચૂન ચૂન મહેલ બનાયા, બંદા કહે ઘર મેરા; એક દિન બંદે ઉઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા. ક્યાં. ૨ મીટ્ટીયા ઓઢણ મીટ્ટીયા બીછાવણ, મીટ્ટીકા સીરાના; ઇસ મીટ્ટીકા એક ભૂત બનાયા, અમર જાલ સુભાના. ક્યાં૦ ૩ મીટ્ટીયા કહે કુંભારને રે, તું ક્યાં ખુદે મોય; એક દિન ઐસા આવેગા પ્યારે, મેં ખુદુંગી તોય. ક્યાં૪ લકડી કહે સુથારને રે, તું ક્યાં છોલે મોય; એક દિન ઐસા આવેગા પ્યારે, મે ભુજંગી તોય. ક્યાં- ૫ દાન શીયલ તપ ભાવના રે, શિવપુર મારગ ચાર; આનંદધન કહે ચેતલો પ્યારે, આખર જાના ગમાર. ક્યાં૦ ૬
For Private And Personal Use Only