________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેનાં છોરૂ ને કેનાં વાછડું, જેના માય ને બાપ; અંતે જાવું જીવને એકલું, સાથે પૂણ્ય ને પાપ. ભૂલ્યો ૦ ૩ જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ; ધન સંચી સંચી રે કાંઈ કરો, કરો દેવની વેઠ. ભૂલ્યો – ૪ ધંધો કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ; મરણની વેળા રે માનવી, લીધો કંદોરો છોડ. ભૂલ્યો ૦ ૫ મૂરખ કહે ધન માહj, ધોખે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઇ પોઢવું, લખપતિ લાકડાં માંય. ભૂલ્યો- ૬ ભવસાગર દુઃખ જળ ભર્યો, તરવો છે રે તેહ; વચમાં ભય સબળો થયો, કર્મ વાયરો ને મેહ. ભૂલ્યો છે લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ ગર્વ કરી ગોખે બેસતાં, સર્વે થયા બળી રાખ. ભૂલ્યો, ૮ ધમણ ધખતી રે રહી ગઈ, બુઝ ગઈ લાલ અંગાર; એરણકો ઠબકો મીસ્યો, ઉઠ ચાલ્યો રે લુહાર, ભૂલ્યો- ૯ ઉવટ મારગ ચાલતા, જાવું પેલે રે પાર; આગળ હાટ ન વાણીયો, શંબલ લેજો રે સાર. ભૂલ્યો- ૧૦ પરદેશી પરદેશમાં, કુણશું કરો રે સનેહ; આચા કાગળ ઉઠ ચાલ્યા, ન ગણે આંધી ને મેહ. ભૂલ્યો- ૧૧ કેઈ ચાલ્યા રે કઈ ચાલશે, કેઈ ચાલણહાર; કઈ બેઠાં રે બુઢા બાપડા, જાયે નરક મોઝાર. ભૂલ્યો- ૧૨ જે ઘર નોબત વાગતી, શાતાં છત્રીસ રાગ; ખંડેર થઈ ખાલી પડ્યા, બેસણ લાગ્યા છે કાગ. ભૂલ્યો- ૧૩ ભમરો આવ્યો રે કમળમાં, લેવા પરિમલ પૂર; કમળ મીંચાયે માંહે રહ્યો, જબ આરામતે સૂર. ભૂલ્યો. ૧૪
For Private And Personal Use Only