________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
******
જન્મ પ્રસંગની પીડા, જાણે જીવતા નારકીના કીડા;
કાંઈ પત્તો ન પામે ભાઈ . નથી૦ ૪
સહી આધિ વ્યાધિને ઉપાધિ, તેં પાપની ગાંઠડી બાંધી; કેમ છૂટે કહો છોડાઈ. નથી૦ ૫
માત પિતા સુત ને દારા, સઘળા તુજથી છે ન્યારા;
સહુ સ્વાર્થની છે સગાઈ નથી. ૬
સંસાર સ્વપ્ના જેવો છે, વળી ફોગટ પાણી વલોવો;
૫૩૫
ઠાલી શી કરે ઠકુરાઈ. નથી ૭
ઘરે મેરૂ જેવો અભિમાન પલમાંહે જઇશ સ્મશાન;
ડુબી જશે સબ ચતુરાઈ. નથી ૮
સદ્ગુરૂ શીખડી દે છે, જેવું દેખે તેવું જ કહે છે;
જો માને તો તારી ભલાઈ નથી ૯
લાગ્યા પાપ કરમના ગોદા, છે હાર જીતના સોદા;
બધી અસ્થિર બાજી રચાઈ. નથી૦ ૧૦
મળ્યો માનવનો અવતાર, હવે લગરીક ભાર ઉતાર; સવા ક્રોડની કરી લે કમાઈ. નથી ૧૧
મન કે સર મંત્રી મનાવો, શુભ સમુતિ સોહાગણ લાવો; છે ધર્મરત્ન સુખદાઈ. નથી૦ ૧૨
૧૦૦ વૈરાગ્યની સજઝાય
ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, ભમીયો દિવસ ને રાત; માયાનો બાંધ્યો રે પ્રાણીઓ, ભમે પરિમલ જાત. ભૂલ્યો ૧
For Private And Personal Use Only
કુંભ કાર્યો રે કાયા કારમી, તેહના કરો રે જતન'; વિણસતા વાર લાગે નહિ, નિર્મળ રાખો રે મન. ભૂલ્યો૦ ૨
+++++++++++++++++++++