________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ. સાધા... ૩
( ૩ શ્રી અઈમુત્તા મુનિની સઝાય
(રાગ - સમરો મંત્ર ભલો નવકાર) વીર સિંદ વાદીને ગૌતમ, ગોચરિયે સંચરિચા, પોલાસપુર નગરીમાં મુનિવર, ઘર ઘર આંગણ ફરિયા, આઘા આમ પધારો પૂજ્ય, મુજ ઘર વહોરણ વેળા. આધા...૧ ઇણ અવસરે અઈમુનો રમતાં, મન ગમતાં મુનિ દીઠા, કંચન વરણી કાયા નિરખી, મનમાં લાગ્યા મીઠા. આધા...૨ બોલે કુમાર અમીરસ વાણી, એક કહો અભિરામ, ખરે બપોરે પાય અડવાણે ભમવો તે કિસ કામ. સાંભલા રાજકુમાર સોભાગી, શુદ્ધ ગવેષણા કીજે, નિર્દૂષણને નિરતિચારે, ધરધર ભિક્ષા લીજે. આધા...૪ આવો આજ અમારે મંદિરે, કહેશો તે વિધ કરશું, જે જોઈએ તે જુગતે કરીને, ભાવશુ ભિક્ષા દેશું. આધા...૫ એમ કહી ઘેર તેડી ચાલ્યો, આવ્યો મન આણંદ, અઇમરાણું ગૌતમ દેખી, શ્રી દેવી પર વંદે. આધા...૬ આજ અમારે રત્નચિંતામણિ, મેહ અમીરસ વૂક્યા, આજ અમ આંગણ સુરતરુ ફળિયા, અમ પર ગૌતમ તૂક્યા. આધા...૦ રે બાલુડા બહુ બુધ્ધિવંતા, ગણધર ગૌતમ આવ્યા, શાળ ભરીને મોદક મીઠા, ભાવ સહિત વહોરાવ્યા. આધા...૮ પચ પ્રણમી અઇમુન્નો પૂછે કિંહા વસો કિરપાળ, વીર સમીપે વસીએ સુણીને, સાથે ચાલ્યો સુકુમાળ. આધા...૯ કુમાર કહે એક ભાજન આપો, ભાર ધણો તુમ પાસે, ગૌતમ કહે અમે એહને દેઇએ, ચારિત્ર લે પ્રભુ પાસે. આધા...૧૦ ચારિત્ર લેઇશ હું પ્રભુ પાસે, ઝોલી દિયો મુજ હાથે, ગૌતમ પૂછે અનુમતિ કેહની માચે મોકલ્યા અમ સાથે. આધા...૧૧
For Private And Personal Use Only