________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૫૧૪************
કર જોડી ‘કવિયણ' ભણે, સાંભલો ભવિજન લોકો રે;
વૈર વિરોધ કોઈ મત કરો, જિમ પામો ભવપારો રે. કર્મ ૫૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનધર્મ સુરતરુ સમો, જેહની શીતળ છાંયા રે;
જેહ આરાધે ભાવશું, થાશે મુક્તિના રાયા રે.કર્મ૦ ૫૨
૦૨ શ્રી અઇમુત્તા મુનીની સઝાય
(રાગ - દિનદુઃખીયાનો તુ છે બેલી)
-
સંયમ રંગે રંગ્યુ જીવન, નાનો બાલકુમાર
વંદો અઇમા અણગાર..
ગૌતમ સ્વામી ગોચરી જાવે, નાના બાલકને મન ભાવે, પ્રેમ થકી નિજ ઘેર બોલાવે, ભાવ ધરી મોદક વહોરાવે, મારે પણ ગૌતમ સમ થાવું, એમ કરે વિચાર. વંદો. ૨
For Private And Personal Use Only
૧
મન ઇચ્છાઓ પૂર્ણ કીધી, માતપિતાની આજ્ઞા લીધી, રાજ તણી ૠદ્ધિને છોડી, ગૌતમ પાસે દીક્ષા લીધી, રહે ઉમંગે ગુરુને સંગે વહેતા સંયમ ભાર. વંદો. ૩ તલાવડી જલની એક આવી, બાલમુનિને મન બહુ ભાવી, પાત્ર તણી નૌકા ખેલાવી, ગુરુને દેખી લજ્જા આવી, અણઘટતું કારજ કીધુ તે, પામ્યા ક્ષોભ અપાર. વંદો. ૪ સમવસરણમાં પ્રભુજી સામે, ઇરિયાવહી પડિક્કમીય પ્રમાણે, ચાર કર્મની ગતિ વિષામે,કેવલ જ્ઞાન તિહાં મુનિ પામે, દેવ દેવી સહુ ઉત્સવ કરતા, વરતે જયજયકાર. વંદો. ૫ ક્ષણમાં સઘલા કર્મ ખપાવ્યા, એવા અમુત્તા મુનિરાયા ભવ્યજીવોને બોધ પમાડી, અંતે મુક્તિપુરી સીધાયા જ્ઞાન વિમલ કહે મુનિને વંદે, થાયે બેડો પાર, વંદો. ૬