________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમરકુમાર સંચમ લીયો, કરે પંચમુઠિ લોચ રે; બાહિર જઈ સ્મસાણ મેં કાઊન્ગ રહ્યો શુભ ધ્યાને રે. કર્મ. ૩૯ માતા-પિતા બાહિર જઈને, ધન ધરતી માંહી ઘાલ્યો રે; કાંઇક ધન બેંચી લીયો, જાણે વિવાહ મંડાણો રે. કર્મ૪૦ એટલે દોડતો આવીને, કોઈક બાળ કુંવારો રે; માતા પિતાને ઇમ કહે, આ અમરકુમારની વાતો રે. કર્મ. ૪૧ માતા પિતા વિલખાં થયાં, ભૂંડો થયો એ કામો રે; ધન રાજા લેશે સહુ, કાંઈક કરીએ ઉપાયો રે કર્મ ૪૨ ચિંતાતુર થઈ અતિ ઘણી, રાત નિંદ ન આવે રે; પૂરવ વૈર સંભાળતી, પાપિણી ઉઠી તિણ વારો રે. કર્મ૪૩ શસ્ત્ર હાથ લેઈ કરી, આવી બાળક પાસે રે; પાળીચે કરીને પાહિણી, માર્યો બાળ કુંવારો રે, કર્મ, ૪૪ શુક્લ ધ્યાન સાધુએ કર્યું શુભ મન આણી ભાવો રે; કાળ કરીને અવતર્યા, બારમા સ્વર્ગ મોઝારો રે કર્મઠ ૪૫ બાવીશ સાગર આઉખો, ભોગવી વાંછિત ભોગો રે; મહાવિદેહમાં સીઝશે, પામશે કેવળ નાણો રે. કર્મ. ૪૬ હવે તે માતા પાપિણી, મનમાંહિ હરખી અપાર રે; ચાલી જાય આનંદ મેં, વાઘણી મળી તે વારો રે. કમ ૪૦ ફફડી નાખી તિહાં, પાપિણી મુઈ તિણ વારો રે; છઠ્ઠી નરકે ઉપની, બાવીશ સાગર આયુ રે. કર્મ ૪૮ જે જો મંત્ર નવકારથી , અમર કુમાર શુભ ધ્યાનો રે; સુર પદવી લહી મોટકી, ધરમ તણે પરસાદે રે. કર્મ૪૯ નરભવ પામી જીવડા, ધરમ કરો શુભ ધ્યાનો રે, તો તમે અમર તણી પરે, સિદ્ધિ ગતિ લેશો સારી રે. કર્મઠ ૫૦
,,,
,
કે.
For Private And Personal Use Only