________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે; ચારિત્ર લઈ તપસ્યા કરીજી, બાંધ્યું બાંધ્યું નિચાણું તેહ રે. ૮ દ્રુપદ રાજા ઘર ઉપનીજી પામી પામી યૌવન વેષ રે; પાંચ પાંડવને તે વરીજી, હુઈ હુઈ દ્રૌપદી એહ રે. ૯ તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે; કેવલજ્ઞાન પામી કરીજી, જસ કહે જાશે જાશે મુક્તિ મોઝાર રે. ૧૦
૬િ૧ દ્રોપદીસતીની સઝાયો લજા મોરી રાખો રે દેવ ખરી, દ્રૌપદી રાણી યું કર વિનવે; કર દોય શીશ ધરી,ધૂત રસે પ્રીતમ મુજ હાર્યો, વાત કરી ન ખરી. ૧ દેવર દુર્યોધન દુઃશાસન, એ હની બુદ્ધિ ફરી; ચીવર ખેંચે મોટી સભામેં, મનમેં દ્વેષ ધરી રે. લજ્જા૨ ભીષ્મ દ્રોણ કણદિક સર્વે, કૌરવ ભીક ભરી; પાંડવ પ્રેમ તજી મુજ બેઠા, જે હતા જીવ જૂરી રે. લજ્જા- ૩ અરિહંત એક આધાર અમારે, શીયલ શું સંગ ધરી; પત રાખો પ્રભુજી ઇણ વેળા, સમકિતવંત સૂરિ. લજજા૦૪ તતખિણ અષ્ટોત્તર શત ચીવર, પૂર્યાં પ્રેમ ધરી; શાસનદેવી જય જય રવ બોલે, કુસુમની વૃષ્ટિ કરી. લજ્જા૫ શીયલ પ્રભાવે દ્રોપદી રાણી, લજા લીલ વરી; પાંડવ કુંતાદિક સહું હરખ્યા, કહે ધન્ય ધીર ધરી. લજ્જા- ૬ સત્ય શીલ પ્રભાવે કૃષ્ણા, ભવજલ પાર તરી; જિન કહે શીયલ ધરે તસ જનને, નમીયે પાય પડી રે. લજ્જા છે
For Private And Personal Use Only