________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિંપાક ફળ અતિ મધુર છે, ખાધે છંડે પ્રાણ; મેરે તેમ વિષય સુખ જાણજો, એહવી જિનની વાણ. મેરે ચતુર૦ ૮ અગ્નિ જો તૃપ્તો ઇંધણ, નદીએ જલધિ પૂરાય; મેરે તો વિષયસુખ ભોગથી, જીવ એ તૃમો થાય. મેરે ચતુર૦ ૯ ભવ ભવ ભમતાં જીવડે, જેહ આરોગ્યાં ધાન; મેરે તે સવિ એકઠાં જે કરે, તો સવિ ગિરિવર માન. મેરે ચતુર ૧૦ વિષયસુખ સુરલોકમેં, ભોગવીયાં ઇણ જીવ મેરે તો પણ તૃમ જ નવિ થયો, કાળ અસંખ્ય અતીવ. મેરે ચતુર૦ ૧૧ ચતુરાં સમજો સુંદરી, મુંઝો મત વિષયને કાજ; મેરે સંસાર અટવી ઉતરી, લહિયે શિવપુર રાજ. મેરે ચતુર૦ ૧૨ કુમારની વાણી સાંભળી, બુઝી ચતુર સુજાણ; મેરે લઘુકર્મી કહે સાહિબા, ઉપાય કહો ગુણખાણ મેરે ચતુર૦ ૧૩ કુમર કહે સંચમ ગ્રહો, અદ્ભુત એક ઉપાય; મેરે નારી કહે અમ વિસરજો, સંયમે વાર ન થાય. મેરે ચતુર૦ ૧૪ કુમર કહે પડખો તુમે, હમણાં નહિ ગુરૂ જોગ; મેરે. સદ્ગુરૂ જોગે સાધશું, સંચમ ઝંડી ભોગ મેરે ચતુર૦ ૧૫ માત પિતા મન ચિંતવે, નારીને વશ નહિ થાય;મેરે ઉલટી નારી વશ કરી, કુમરનું ગાયું ગાય. મેરે ચતુર૦ ૧૬ જો હવે રાજા કીજીએ, તો ભળશે રાજ્યને કાજ; મેરે નરપતિ ઇમ મન ચિંતવી, થાપે કુમારને રાજ. મેરે. ચતુર૦ ૧૦ પિતા ઉપરોધ આદરે, ચિંતે મોહના ઘાટ; મેરે પાળે રાજ્ય વૈરાગિયો, જોતો ગુરૂની વાટ મેરે ચતુર૦ ૧૮ રાજ્યસભાએ અન્યદા, પૃથ્વીચંદ્ર સોહત; મેર૦ ઇણ અવસર વ્યવહારીચો, સુધન નામે આવંત. મેરે ચતુર૦ ૧૯
For Private And Personal Use Only