________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; વાત ઘણી વૈરાગ્યની, સાંભળજો મન રંગ ૨ શંખ કલાવતી ભવ થકી, ભવ એકવીશ સંબંધ ઉત્તરોત્તર સુખ ભોગવી, એકવીશમે ભવે સિદ્ધ ૩ પણ એકવીશમા ભવ તણો, અલ્પ કહું અધિકાર; સાંભળો સનમુખ થઈ, આતમને હિતકાર ૪
(ઢાળ પહેલી
(રાગ-નાણ નમો પદ સાતમે) નગરી અયોધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ મેરે લાલ પ્રિયા પદ્માવતી તેહને, સુખવિલસે ગુણ ગેહ. મેરે લાલ
ચતુર સનેહી સાંભળો સર્વારથી સુર ચવી, તસ કુખે અવતાર; મેરે લાલ રૂપકળા ગુણ આગળો, પૃથ્વીચંદ્ર કુમાર મેરે લાલ ચતુર૦ ૨ સમ પરિણામી મુનિ સમો, નિરાગી નિરધાર; મેરે પિતા પરણાવે આગ્રહે, કન્યા આઠ ઉદાર. મેરે ચતુર ૩ ગીત વિલાપની સમ ગણે, નાટક કાચ કલેશ; મેરે. આભૂષણ તનુ ભાર છે, ભોગને રોગ ગણેશ. મેરે ચતુર ૪ હું નિજ તાતને આગ્રહે, સંકટ પડીચો જેમ; મેરે પણ પ્રતિબોધું એ પ્રિયા, માત પિતા પણ એમ. મેરે ચતુર જો સવિ સંયમ આદરે, તો થાયે ઉપકાર; મેરે એમ શુભધ્યાને ગુણનિલો, પહોત્યો ભવન મોઝાર મેરે ચતુર૦ ૬ નારી આઠને ઇમ કહે, સાંભળો ગુણની ખાણ; મેરે ભોગવતાં સુખ ભોગ છે, વિપાક કડવાં જાણ. મેરે ચતુર૦ ૦
For Private And Personal Use Only