________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાવન કીજે રે બષિ ઘર આંગણું, વોહરો મોદક સારોજી; નવ જોબન રસ કાયા કાં દહો? સફળ કરો અવતારોજી. અરણિક૪ ચંદ્ર વદનીયે રે ચારિત્રથી ચૂકવ્યો, સુખ વિલસે દિન રાતોજી; બેઠો ગોખે રે રમતો સોગઠે, તવ દીઠી નિજ માતાજી. અરણિક૦ ૫ અરણિક અરણિક કરતી મા ફીરે, ગલિયે ગલિયે બજારોજી; કહો કોણે દીઠો રે માહરો અરણિકો, પૂંઠે લોક હજારોજી. અરણિક, ૬ હું કાયર છું રે મારી માવડી, ચારિશ ખાંડાની ધારોજી; ધિ ધિગ વિષયા રે માહરા જીવને, મેં કીધો અવિચારોજી. અરણિક છે ગોખથી ઉતરી રે જનનીને પાય પડ્યો, મનશું લાજ્યો અપારોજી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું જેહથી શિવસુખ સારોજી. અરણિક ૮ એમ સમજાવી રે પાછો વાળીયો, આણ્યો ગુરુની પાસોજી; સદ્ગુરુ દીયે રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસોજી, અરણિક૦ ૯ અગ્નિ ધખતી રે શીલા ઉપરે, અરણિકે અણસણ કીધુંજી; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરુ, જેણે મનવાંછિત લીધુંજી. અરણિક૧૦
( પર શ્રી સનતકુમાર ચક્રવર્તિની સઝાયો સરસતિ સરસ વચન માગું, તોરે પાયે લાગે, સનત્ કુમાર ચક્રી ગુણ ગાઊં, જિમ હું નિર્મળ થાઉં, રંગીલા રાણા રહો, જીવન રહો રહો, મેરે સનત્કુમાર વિનવે સવિ પરિવાર ૧ રૂપ અનોપમ ઇન્ડે વખાણ્ય, સુર એ જાણે માયા, બ્રાહ્મણરૂપ કરી દોચ આયા, ફરી ફરી નિરખત કાચા. ૨ જેહવો વખાણ્યો તેહવો દીઠો, રૂપ અનોપમ ભારી, સ્તવના સાંભળી મનમાં હરખ્યો, આણ્યો ગર્વ અપારી. ૩
For Private And Personal Use Only