________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૪૮૪
*******
અબ શું નિરખો લાલ રંગીલે, ખેળ ભરી મુજ કાયા, નાહી ધોઈ જબ છત્ર ધરાવું, તબ જોજ્યો મોરી કાયા. ૪ મુગટ કુણ્ડલ હાર મોતી, કરી શણગાર બનાયા, છત્ર ધરાવિ સિંહાસન પૂંઠા, તબ ફરી બ્રાહ્મણ આયા. ૫ દેખી જોતાં રૂપ પલટાણું, સુણ હો ચક્રી રાયા, સોળ રોગ તેરી દેહમેં ઉપન્યા, ગર્વ મા કર કૂડી કાયા. ૬ કળમળીયો ઘણું ચક્રી મનમાં, સાંભળી દેવની વાણી, તુરત તંબોળ નાંખીને જોવે, રંગભરી કાયા પલટાણી. ૭ ગઢ મઢ મન્દિર માળિયાં મેલ્યાં, મેલી તે સવિ ઠકુરાઈ, નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યાં, મેલી તે સયલ સજાઈ. ૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હય ગય રથ અન્વેઉરિ મેલી, મેલી તે મમતા માયા, એકલડા સંયમ લેઇ વિચરે, કેડ ન મેલે રાણા રાયા. ૯
પાયે ઘુઘરી ઘમઘમ વાજે, ઠમઠમ કરતી આવે, દશ આંગળિયે બે કર જોડી, વિનતી ઘણીય કરાવે ૧૦ દિન કેની પરે જાશે ? નયણે કરી નિરખીજે ૧૧
તુમ પાનેં મોરૂં દિલડું દાઝે, એક લાખને સહસ બાણું,
માત પિતા હેતે કરી ઝુરે, અન્તેઉર સવિ રોવે, એકવાર સન્મુખ જુઓ ચક્રી, સનત્કુમાર નવિ જોવે. ૧૨ ચામર ધરાવો છા ધરાવો, રાજ્યમેં પ્રતપો રૂડા, છખંડ પૃથ્વી આણ મનાવો, તે કિમ જાણ્યાં કુડાં ? ૧૩ છાધરે શિર ચામર ઢાળે, રાજન પ્રતપો રૂડે, છખંડ પૃથ્વી રાજ્ય ભોગવો, છમાસ લગે ફરે કેડે ૧૪
++++
For Private And Personal Use Only