________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: : : : ------૪૦૫ | ૪િ૨ શ્રી બાહુબલીની સજઝાયો
(રાગ-ધારણી મનાવે રે મેઘકુ મારને રે) બહેની બોલે હો બાહબલ સાંભળોજી, રૂડા રૂડા રંગ નિધાન; ગચવર ચઢીયા હો કેવળ કેમ હુવેજી, જાણ્યું જાણ્યું પુરુષ પ્રધાન. ૧ તુજ સમ ઉપશમ જગમાં કુણ ગણેજી, અકલ નિરંજન દેવ; ભાઈ ભરતેસર વહાલા વિનવેજી, તુજ કરે સુરવર સેવ. ૨ ભર વરસાળો હો વનમાં વેઠીયો જી, જિહાં ઘણાં પાણીનાં પૂર; ઝરમર ઝરમર વરસે મેહલો ઘણુંજી, પ્રગટ્યાં પુણ્ય અંકુર. ૩ ચિહુ દિશિ વીંટ્યો હો વેલડીએ ઘણું જી, જેમ વાદળ છાયો સૂર; શ્રી આદિનાથે હો અમને મોકલ્યાજી, તુમ પ્રતિબોધન નૂર. ૪ વર સંવેગરસે હો મુનિવર ભર્યાજી, પામ્યા પામ્યા કેવળનાણ; માણેકમુનિ જસ નામે હો હરખ્યો ઘણું જી, દિન દિન ચઢતે વાન. ૫
૪િ૩ બાહુબલીની સજઝાયો વીરાજી માનો મુજ વિનંતી, કહે બેન સુકોમળ વાણી રે; સુણ બાહુબલી ગુણવંત તુ મન મ કરો તાણાવાણી રે,
પધારો, તેડે તાતજી. ૧ ગજ ચડીયા કેવલ નવિ ઉપજે, માનો વચન વ્હેન મુનિરાય રે; વીરાજી ગજ થકી ઉતરો, કહે તાતજી કેવલ થાય રે. ૨ ઇમ ભાખે બ્રાહ્મી સુંદરી, વનમાંથી જાણી વીર; વયણ સલુણા સાંભળી, ચિત્ત ચિંતવે સાહસ ધીર. ૩ મેં તો ગજરથ સવિ વોસિરાવ્યા તીણે અહી નથી ગજ કોય; જુહુ તે જિન બોલે નહી, સહી માન ગચંદ જ હોય. ૪ બદલી કોમલ પરિણામે કરી, પારીને કાઉસ્સગ્ગ તામ; જઇ વાંદુ સઘળા સાધુને, માહરે છે મુગતિનું કામ. ૫
For Private And Personal Use Only