________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪િ૧ શ્રી ભરત ચક્રવર્તીની સઝાય આભરણ અલંકાર સઘળાં ઉતારી, મસ્તક સેંતી પાગી; આપોઆપ થઈને બેઠા, તવ દેહ દીસે છે નાગી,
- ભૂપતિ થયો રે વૈરાગી. ભૂ૦ ૧ અનિત્ય ભાવના એસી રે ભાવી, ચાર કરમ ગયાં ભાગી; દેવતાએ દીધો ઓધો મુહપત્તિ, જેહ જિનશાસન રાગી. ભૂ૦ ૨ સ્વાંગ દેખી ભરતેશ્વરકેરો, સહીયરો હસવાને લાગી; હસવાની અબ ખબર પડેગી, રહેજો અમથું અલગી. ભૂo 3 ચોરાશી લાખ હચવર-ગચવર, છન્નુ ક્રોડ હે પાગી; ચોરાશી લાખ રણસંગ્રામી, તતક્ષણ દીધા છે ત્યાગી.ભૂ૦ ૪ ચાર ક્રોડ મણ અન્ન નિત્ય સિઝ, દશ લાખ મણ લુણ લાગી; ચોસઠ સહસ અંતેઉરી ત્યાગી, સુરતા મોક્ષસે લાગી. ભૂ૦ ૫ અડતાલીસ કોશમાં લશ્કર પડે છે, દુશ્મન જાય છે ભાગી; ચૌદ રત્ન તો અનુમતિ માગે, મમતા સહુશું ત્યાગી. ભૂ૦ ૬ તીન કોડ ગોકુલ ધણ દુઝે, એક ક્રોડ હળ ત્યાગી; આવી રિદ્ધિ સિદ્ધિ માટે ઝૂઝે, સમજણમાં આવે ત્યારે ત્યાગી ભૂo ભરી સભામાં ભરતેશ્વર બોલ્યા, ઊઠો ખડા રહો જાગી; આલોક ઉપર નજર ન દેશો, નજર દેજો તમે આગી. ભૂ૦ ૮ વચન સુણી ભરતેશ્વરકેરાં, દશ સહસ ઉડ્યા છે જાગી; કુટુંબ કબીલો હાટ હવેલી તતક્ષણ દીધા છે ત્યાગી ભૂ૦ ૯ એક લાખ પુરવ લગે સંચમ, પાળી કેવલ સારી; શેષ અઘાતી કર્મ ખપાવી, પહોંચ્યા છે મોક્ષ મોઝારી રે. ભૂ૦ ૧૦ વિમલવિજય ઉવઝાય સદ્ગનો શિષ્ય તસ અણગાર; ભરત મુનિવરના ગુણ ગાતાં, રામવિજય જયકાર ભૂ૦ ૧૧
For Private And Personal Use Only