________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એતો વળી સખાઈ મલીયો, ભાઈ થકી ભલેરો રે; પ્રાણી તું કાયરતા પરિહરજે, જિમ ન થાયે ભવ ફેરો રે. અહો૩ રાય સેવકને તવ કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયા રે; બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીએ ભાયા રે. અહો. ૪ ચારે શરણાં ચતુર કરીને, ભવ ચરમ આવર્ત રે; શુક્લધ્યાનશું તાન લગાવ્યું, કાયાને વોસિરાવે રે. અહો ! ચડચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલે રે; ક્ષપકશ્રેણિ આરોહણ કરીને, કઠિણ કરમને પીલે રે. અહો- ૬ ચોથું ધ્યાન ધરંતા અંતે, કેવળ લઇ મુનિ સિધ્યા રે; અજર અમરપદ મુનિવર પામ્યા, કારજ સઘળાં સિધ્યા રે. અહો છે એહવે તે મુહપતિ લોહીએ ખરડી, પંખીડે આમિષ જાણી રે; લેઇને નાંખી તે રાજદુવારે, સેવકે લીધી તાણી રે અહો. ૮ સેવક મુખથી વાત જ જાણી, વ્હને મહપત્તિ દીઠી રે; નિશ્ચચ ભાઈ હણાયો જાણી, હઇડે ઊઠી અંગીઠી રે. અહો- ૯ વિરહ વિલાપ કરે રાય રાણી, સાધુની સમતા વખાણી રે; અઘિર સંસાર સંવેગે જાણી, સંજમ લીચે રાચ રાણી રે. અહો. ૧૦ આલોઈ પાતકને સવિ છંડી, કઠિન કર્મને નિંદી રે; દુષ્કર તપ કરી કાચા ગાળી, શિવ સુખ લહે આણંદીરે અહો૦ ૧૧ ભવિચણ એહવા મુનિવર વંદી, માનવભવ ફળ લીજે રે; કર જોડી મુની મોહન વિનવે, સેવક સુખિયા કીજે રે. અહો- ૧૨
(૩૬ શ્રી કુરગડમુનિ (ઉપશમ) ની સઝાયો ઉપશમ આણો ઉપશમ આણો, ઉપશમ તપ માંહી રાણો રે; વિણ ઉપશમ જિન ધર્મ ન શોભે, જિમ જગ નરવર કાણો રે. ૧
----
For Private And Personal Use Only