________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩િ૫ ખંધકમુનિની સઝાયો
ઢિાળ પહેલી નમો નમો બંધક મહામુનિ, ખંઘક ક્ષમા ભંડાર રે; ઉગ્ર વિહારે મુનિ વિચરતા, ચારિત્ર ખડ્ઝની ધાર રે, નમો- ૧ સમિતિ ગુમિને ધારતો, જિતશત્રુ રાજાનો નંદ રે; ધારણી ઉદરે જનમિચો, દર્શન પરમાનંદ રે.નમો ૨ ધર્મઘોષ મુનિ દેશના,પામીચો તેણે પ્રતિબોધ રે; અનુમતિ લેઈ માય તાતની, કર્મ શું યુદ્ધ થઈ ચોદ્ધ રે. નમો૦ ૩ છઠ અઠ્ઠમ આદે અતિ ઘણા, દુષ્કર તપ તનુ શોષ રે; રાત દિવસ પરિષહ સહે, તો પણ મન નહિ રોષ રે. નમો- ૪ દવ દીવા ખીજડા દેહમાં, ચાલતાં ખડખડે હાડ રે; તો પણ તપ તપે આકરા, જાણતાં અચિર સંસાર રે. નમો ૫ એક સમે ભગિની પૂરી પ્રતે, આવીયા સાધુજી સોચ રે; ગોખે બેઠી ચિંતે બેનડી, એ મુજ બંધવ હોય રે. નમો. ૬ બેનને બાંધવ સાંભર્યો, ઉલટ્યો વિરહ અપાર રે; છાતી લાગી છે ફાટવા, નયણે વહે આંસુડાની ધાર રે. નમો છે રાય ચિંતે મનમાં ઇસ્ય, એ કોઈ નારીનો જાર રે, સેવકને કહે સાધુની, લાવોજી ખાલ ઉતાર રે. નમો. ૮
ઢિાળ બીજી રાય સેવક તવ કહે સાધુને, ખાલડી જીવથી હણશું રે, અમ ઠાકુરની એહ છે આણા, એ અમે આજ કરશું રે; અહો અહો સાધુજી સમતાના દરિયા, મુનિ ધ્યાન થકી નવિ ચલિયા રે. ૧ મુનિવર મનમાંહિ આણંધા, પરિષહ આવ્યો જાણી રે; કર્મ ખપાવવાનો અવસર એહવો, ફરી નહીં આવે પ્રાણી રે. અહો ૨
For Private And Personal Use Only