________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુરમિણી નગરી કુંભ નરેસર, રાજ કરે તિહાં સુરો રે; તસ નંદન લલિતાંગ મહામતિ, ગુણમણી મંડિત પૂરો રે. ૨ સુગુરુ તણી વરવાણી શ્રવણે, સુણી સંવેગ ન માયો રે; રાજગદ્ધિ રમણી સહુ ઠંડી, ચારિત્ર નીરે ન્હાયો રે. ૩ દેશ વિદેશ ગુરુ સંઘાતે, વિહાર કરે મુનિ મોટો રે; સહ પરિસહ દોષ નિવારે. ઋષિ ઉપશમ રસ લોટો રે. ૪ અન્ય દિવસ તસ સુધા વેદનીય, કરમે ન સહી જાય રે; ઇંદ્ર ચંદ્ર વિધાધર મુનિવર, કર્મ કરે તેમ શાય રે. ૫ કૂર ઘડો દિન પ્રત્યે લાવે, એષણા દોષ નિવારી રે; રગડુ તે માટે કહેવાયા, સંચમ શોભા વધારી રે. ૬ દિવસ પજુસણ ગુરૂ આદેશે, વોહરી કૂર સુસાધુ રે; ચાર શ્રમણ ચઉમાસી તપીયા, દેખાડે નિરબાધ રે. ૭ તે ચારે તસ પાત્રમાં શુંકે, રોષે લવે તુ પાપી રે; આજ પજુસણ કાં તું વિમાસે, દુરગતિશું મતિ વાપી રે. ૮ કૂરગડુ સમતા રસના ભરીયા, હૈયે વિમાસે રૂડું રે; લુખો આહાર જાણી તે મુનિવર, ઘી નાંખ્યું નવિ ફૂડું રે. ૯ આહાર કરી નિજ આતમ નિંદે, શુક્લધ્યાન લય લાગી રે; ધનઘાતી ચઉ કર્મ નિવારી, કેવલજ્ઞાની મહાભાગી રે. ૧૦ શાસનદેવી ાપકને પૂછે, કૂરગડું કિહાં દયાએ રે; રોષ ભર્યા જલે તે મુનિવર, ઓ ના ખુણે ખાય રે. ૧૧ દેવ દુંદુભી ગયણે વાજી, ક્ષપક ખમાવે જાણી રે; કેવલ પામી મુક્તિ સિધાવે, વાત સિદ્ધાંતે લખાણી રે ૧૨ શ્રી વિજયદાન સૂરીશ્વર રાજ્ય, વિમલ હર્ષ વિઝાયા રે; આણંદ વિજય પંડિત વરશિષ્ય, ધનવિજય ગુણ ગાયા રે. ૧૩
For Private And Personal Use Only