________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| પ્રદક્ષિણા દેતી વખતે બોલવાના દુહા) - કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહિ પાર;
તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ, રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૪ ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ; ચારિત્ર નિયુક્ત કહ્યું, વંદો તે ગુણગેહ. ૫ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી શિવહાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. ૬
[ અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ છે
જિલપૂજાના દુહા | જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હોજો, માગો એમ પ્રભુ પાસ. ૧ જ્ઞાન-કલશ ભરી આતમા, સમતારસ ભરપૂર;
શ્રી જિનને નવરાવતાં, ફર્મ હોયે ચકચૂર. ૨ મેરુશિખર હવરાવે, હો સુરપતિ મેરુશિખર૦ જન્મકાળ જિનવરજીકો જાણી, પંચરૂપ કરી ભાવે, હો સુર૦ ૧ રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ન ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે, હો સુર૦ ૨
For Private And Personal Use Only