________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
******
+++++
મેં ભોગ સારા ચિંતવ્યા તે, રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઇચ્છયું ધન તણું પણ, મૃત્યુને પ્રીછયું નહિ, નહિ ચિંતવ્યું મેં નરક, કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં, ભયમાત્ર હું ભૂલી ગયો. ૨૦
હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જન નવ કર્યો, વળી તીર્થના ઉદ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે આ લક્ષ, ચોરાશી તણા ફેરા ફર્યા. ૨૧
ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ મને, દુર્જન તણા વાક્યો મહીં, શાંતિ મળે ક્યાંથી મને, તરું કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી તૂટેલ તળીયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી ? ૨૨
મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે હે નાથજી, ભૂત ભાવીને - સાંપ્રત ત્રણે, ભવ નાથ હું હારી ગયો,
w
સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો. ૨૩
અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ, ચારિત્ર મુજ પોતા તણું, જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો, માહરું શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં, પાઈની તો વાત ક્યાં ? ૨૪
હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ ! મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ, મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્રત્ન શ્યામજીવને, તો તૃપ્તિ થાયે ઘણી. ૨૫
For Private And Personal Use Only