________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એણિપરે જિનપ્રતિમાકો ન્હણ કરી, બોધિબીજ માનું વાવે; અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સુર૦ ૩
(ચંદન પૂજાનો દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૧
નિવ અંગે પૂજાના દુહા). જલ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પુજંત; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત. ૧ જાનુબળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ; ખડા ખડા કેવળ લ, પૂજી જાનુ નરેશ. ૨ લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન; કર કાંડે પ્રભુપૂજના, પૂજે ભવી બહુ માન. ૩ માન ગયું હોય અંસથી, દેખી વીર્ય અનંત; ભૂજાબળે ભવજળ તય, પૂજો બંધ મહંત. ૪ સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજંત. ૫ તીકર-પદ-પુણ્યથી ત્રિભુવન-જનસેવંત; ત્રિભુવનતિલક સમા, પ્રભુ ભાલ તિલક જયવંત. ૬ સોલ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વ/લ; મધુર ધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ. o હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગને રોષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ. ૮
For Private And Personal Use Only