________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમંગલા પટરાણીએ રે લાલ, જખ્યા તે યુગલ અમૂલ રે; વિ. નામ ઠરાવ્યું દોય બાલનું રે લાલ, પુષ્પચૂલા વંકચૂલ રે. વિ૦ ૨ અનુક્રમે ઉદ્ધત થયો રે લાલ, લોક કહે વંકચૂલ રે; વિ. લોક વચનથી ભૂપતિ રે લાલ, કાઢ્યો સુત વંકચૂલ રે. વિ. ૩ પુષ્પચૂલા લઇ બેનડી રે લાલ, પલ્લીમાં ગયો વંકચૂલ રે; વિ. પલ્લીપતિ કીચો ભીલડો રે લાલ, ધર્મ થકી પ્રતિકુલ રે. વિ. ૪ સાત વ્યસન સરસો રમે રે લાલ, ન ગમે ધર્મની વાત રે; વિ. વાટ પાડે ને ચોરી કરે રે લાલ, પાંચસો તેણી સંગાથ રે. વિ૦ ૫ ગજપુરપતિ દીએ દીકરી રે લાલ, રાખવા નગરનું રાજ રે; વિ. સિંહગુફા તિણે પલ્લિમાં રે લાલ, નિર્ભય રહે ભીલ્લરાજ રે. વિ. ૬ સુસ્થિત સદ્ગથી તિણે રે લાલ, પામ્યા નિયમ તે ચાર રે; વિ. ફલ અજાણ્યું માંસ કાગનું રે લાલ,પટરાણી પરિવાર રે. વિ૦ ૦ સાત ચરણ ઓસર્યા વિના રે લાલ, ન દેવો રિપ શિર ધાય રે; વિ અનુક્રમે ચાર નિયમના રે લાલ, પારખા લહે ભિલ્લરાય રે. વિ૦ ૮ વંકચૂલે ચારે નિયમનાં રે લાલ, ફળ ભોગવ્યા પ્રત્યક્ષ રે; વિ. પરભવે સુરસુખ પામીયો રે લાલ, આગળ લેશે મોક્ષ રે. વિ૦ ૯ કષ્ટ પડે જે સાહસી રે લાલ, ન લોપે નિજ સીમ રે; વિ. જ્ઞાનવિમલ કહે તેહની રે લાલ, જેહ કરે ધર્મ નીમ રે. વિ૦ ૧૦
૩િ૦ શ્રી સુબાહુકુમારની સજઝાય હવે સુબાહુકુમાર એમ વિનવે, અમે લઇશું સંજમભાર, માડી મોરી રે; મા મેં વીર પ્રભુની વાણી સાંભળી, તેણે મેં જાણ્યો અથિર સંસાર માડી મોરી રે.
હવે નહિ રહું આ સંસારમાં. ૧ હાંરે જાયા તુજ વિના સૂના મંદિર માળિયા, જાયા તુજ વિના સુનો સંસાર રે, જાયા મોરા રે, માણેક મોતી ને મુદ્રિકા, કાંઈ દ્ધિ તણો નહિ પાર પાયા મોરા રે.
તુજ વિના ઘડી એક ન નિસરે. ૨
For Private And Personal Use Only