________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે માજી તનધન જોબનકારમું, કારમો કુટુંબ પરિવાર માડી મોરી રે કારમા સગપણમાં કુણ રહે, તેથી મેં જાણ્યો અરિ સંસાર
માડી મોરીરે હવે હું ૩ હાંરે જાયા સંજમ પંય ઘણો આકરો, જાયા વ્રત છે ખાંડાની ધાર, જાયા મોરા રે બાવીશ પરિસહ જીતવા જાયા રહેવું છે વનવાસ જાયા મોરા રે. તુજ ૪ હાંરે માજી વનમાં તે રહે છે મૃગલાં, તેની કોણ કરે છે સંભાળ, માડી મોરી રે વન મૃગની પરે ચાલશું, અમે એકલડા નિરધાર માડી મોરી રે. હવે હું ૫ હાંરે જાયા શિયાળે શીત બહુ પડે, જાયા ઉનાલે લૂ વાય જાયા મોરા રે જાયા વરસાલો અતિ આકરો, કાંઈ ઘડીયે વરસ સો જાય જાયા મોરા રે તુજ ૬ હાંરે માજી નરક નિગોદમાં હું ભમ્યો, ભમ્યો અનંતી અવંતી વાર માડી મોરી રે છેદન ભેદન મેં સહ્યાં, તે કહેતાં ન આવે પાર પાડી મોરી રે. હવે હું છે હાંરે જાયા પાંચશે પાંચશે. નારીઓ, રૂપે અપ્સરા સમાન જાથા મોરા રે; ઊંચા તે કુલની ઉપની, રહેવા પાંચસે પાંચસે મહેલ જાયા મોરા રે. તુજ ૮ હાંરે માજી ઘરમાં જો નીકલે એક નાગણી, સુખે નિદ્રા ન આવે લગાર; તો પાંચશે નાગણીયોમાં કેમ રહું મારું મનડું આકુળ વ્યાકુળ થાય. માડી હવે હુ૦ ૯ હારે જાયા આટલા દિવસ હું તો જાણતી, રમાડીશ વહુરોના બાળ જાયા મોરા રે; દિવસ અટારો રે આવીયો, તું તો લે છે સંજયભાર જાયા મોરા રે. તુજ ૧૦ હાંરે માજી મુસાફર આવ્યો કોઈ પરૂણલો, ફરી ભેગો થાય ન થાય માડી મોરી રે; એમ માનવ ભવ પામવો દોહિલો, ધર્મ વિના દુર્ગતિમાં જાય માડી મોરી રે. હવે હું ૧૧ હવે પાંચશે વહુરો એમ વિનવે, તેમાં વડેરી કરે રે જવાબ વાલમ મોરી રે; સ્વામી તમે તો સંજમ લેવા સંચર્યા, સ્વામી અમને કવણ આધાર વાલમ મોરી રે.
વાલમ વિના કેમ રહી શકું. ૧૨ હાંરે માજી માત-પિતા ને ભાઈ બેનડી, નારી કુટુંબને પરિવાર માડી મોરી રે; અંત સમય અલગા રહે, એક જિન ધર્મ તારણહાર, માડી, હવે હું ૧૩
-
-
For Private And Personal Use Only