________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસ સુંઠ ગાંઠિયો કાને, આવશ્યક વેળા જાણચો રે; વિસરે નહીં પણ એ વિસરિયો, આયુ અલ્પ પિછાણ્યો રે. સાં. ૧૧ લાખ સોનૈયે હાંડી ચડે તિણે, બીજે દિન સુકાળ રે; એમ સંભળાવી વયરસેનને, જાણી અણસણ કાળ રે. સાં. ૧૨ રયાવર્ત ગિરિ જઇ અણસણ કીધું, સોહમ હરિ તિહાં આવે રે; પ્રદક્ષિણા પર્વતને દેઇને, મુનિવર વંદે ભાવે રે. સાં. ૧૩ ધન્ય સિહગિરિ સૂરિ ઉત્તમ, જેહના એ પટધારી રે; પદ્મવિજય કહે ગુરુપદ પંકજ નિત્ય નમિયે નરનારી રે. સાં. ૧૪
૨૭ શ્રી વજસ્વામીની સઝાચો
(રાગ- આતમ ધ્યાનથી રે સંતો) શ્રી ધનગિરિ મુનિ ગોચરી જાતાં, ગુરુ ઉપદેશે જોય; સચિત્ત અચિત્તરજ વ્હોરજો દોઉ, જો વ્હોરાવે કોચ;
વંદો મૃતધર વચરકુમરને. ૧ ધનગિરિ ગોચરી ફરતાં ફરતાં, આયા પોતાને ઘેર; બાળક છાનો ન રહે રાખ્યો, રૂદન કરે બહુ પેર.વંદો૨ તવ સુનંદા રીશ કરીને, બોલે એમ વચન; રાત દિવસ સંતાપે છે બહુ, લ્યો એ તુમારો તન.વંદો ૦ ૩ બાપે ઝોળીમાં વ્હોરીને લીધો, ધર્મલાભ કહી સોચ; આવ્યા ઉપાશ્રય ધનગિરિ મુનિવર, ભારે વજ સો હોય. વંદો ૪ પારણે પોઢચા વયરકુમારને, હાલરૂઆ ગવાય; મહાસતી સાધ્વી સૂગ ભણતા, ધારે કુમર સુખદાચ. વંદો. ૫ શ્રી આચારાંગ સુયગડાંગ ઠાણાંગ, સમવાયાંગ સોહાય; ભગવતી જ્ઞાતા અંગ ઉપાસક, અંતગડ અનુતરોવાય. વંદો૬ પ્રશ્ન વ્યાકરણ વિપાકસૂત્ર એ, અંગ અગ્યાર કહેવાય પારણે સુતાં સહુ એ ભણીયા, પુણ્ય પૂરવ સહાય. વંદો ૦ ૦
For Private And Personal Use Only