________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદિષેણ ફરી સંચમ લીયે રે, વિષય થકી મન વાળ; ચૂકીને પણ જે પાછા વળે રે, તે વિરલા ઇણે કાળ. સા. ૯ વ્રત અકલંક જે રાખવા ખપ કરો રે, તો ઇણ જુઠે સંસાર; કવિ જિન હર્ષ કહે તું એકલો રે, પરઘર ગમન નિવાર. સા. ૧૦
૨૬ શ્રી વજસ્વામીની સઝાય સાંભળજો તમે અભુત વાતો, વયર કુંવર મુનિવરની રે; ષ મહિનાના ગુરુ ઝોળીમાં, આવે કેલિ કરતા રે, ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગીયાર ભણંતા રે. સા. ૧ રાજસભામાં નહિ ક્ષોભાણા, માત સુખલડી દેખી રે; ગુરુએ દીધાં ઓઘો મુહપતિ, લીધાં સર્વ ઉવેખી રે. સાં૨ ગુરુ સંગાથે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણાથી મહા ઉપગી, સંવેગી શિરદાર રે. સાં. ૩ કોળા પાક ને ઘેબર ભિક્ષા, દોય ઠામેં નવિ લીધી રે; ગગન ગામિની વેક્રિય લબ્ધિ, દેવે જેહને દીધી રે. સાં દશપૂરવ ભણિયા જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરુ પાસે રે; ક્ષીરાસવ પ્રમુખ જે લબ્ધિ, પરગટ જાસ પ્રકાશે રે. સાં. ૫ કોટિ સેંકડો ધનને સંચે, કન્યા રૂકિમણિ નામે રે; શેઠ ધનાવહ દિયે પણ ન લીયે, વધતે શુભ પરિણામે રે.સાં. ૬ દેઇ ઉપદેશ ને રૂક્મિણિ નારી, તારી દીક્ષા આપી રે; યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સાં૦ ૦ સમકિત શિયળ તુંબ ધરી કરમાં, મોત સાગર કર્યો છોટો રે; તે કેમ બૂડે નારી નદીમાં, એ તો મુનિવર મોટો રેસાં. ૯ બોદ્ધરાયને પણ પ્રતિબોધ્યો, કીધો શાસન રાગી રે; શાસન શોભા વિજય પતાકા, અંબર જઇને લાગી રે. સાં. ૧૦
For Private And Personal Use Only