________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩ શ્રી કૃષ્ણમહારાજાની સજઝાયો.
(રાગ - વીર જીનેશ્વર સાહિબ મેરા) નગરી દ્વારીકામાં નેમિ જિનેસર, વિચરતા પ્રભુ આવે; કૃષ્ણ નરેસર વધાઈ સુણીને, જિત નિશાન બજાવે, હો પ્રભુજી ! નહિ જાઉં નરકની ગહે. નહિ જાઉં નહિ જાઉં હો પ્રભુજી, નહિ જાઉં નરકની ગેહે. ૧ અઢાર સહસ સાધુજીને, વિધિશું વાંધા અધિકે હરખે; પછી નેમિ જિણસર કેરાં, ઉભા મુખડાં નિરખે. હો પ્રભુજી ૨ નેમિ કહે તુમે ચાર નિવારી, ત્રણ તણાં દુઃખ રહીયા; કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ, હર્ષ ધરી મન હઇયાં. હો પ્રભુજી ૩ નેમિ કહે એહ ટાળ્યા ન ટળે, સો વાતે એક વાત; કૃષ્ણ કહે મારા બાળ બ્રહ્મચારી, નેમિ જિણેસર ભાત. હો પ્રભુજી ૪ હોટા રાજાની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળસે; સુરતરૂ સરીખા અફળ જશે ત્યારે, વિષ વેલડી કેમ ફળશે.? હો પ્રભુજી ૫ પેટે આવ્યો તેહ ભોરીંગ વેઠે, પુત્ર કપુત્ર જ જાયો; ભલો ભૂંડો પણ જાદવ કુળનો, તુમ બાંધવ કહેવાય. હો પ્રભુજી ૬ છપ્પન ક્રોડ જાદવનો રે સાહિબો, કૃષ્ણ જો નરકે જાશે; નેમિ જિનેસર કેરો રે બાંધવ, જગમાં અપજશ થાશે. હો પ્રભુજી છે શુદ્ધ સમકિતની પરીક્ષા કરીને, બોલ્યા કેવળજ્ઞાની; નેમિ જિનેસર દિયો રે દિલાસો, ખરો રૂપૈયો જાણી. હો પ્રભુજી ૮ નેમિ કહે તુમે ચિંતા ન કરશો, તુમ પદવી અમ સરખી; આવતી ચોવીશીમાં હોશો તીર્થકર, હરિ પોતે મન હરખી. હો પ્રભુજી ૯ જાદવકુળ અજવાળ્યું રે નેમિ, સમદ્રવિજય કુળ દીવો; ઇંદ્ર કહે રે શિવાદેવીના નંદન કોડ દીવાળી જીવો. હો પ્રભુજી ૧૦
For Private And Personal Use Only