________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વંછે ન કોઈ માનવી રે, તેવો લીયે આહાર રે; મનિટ ચાલતાં હાડ ખડખડે રે, જેમ ખાખરાના પાન રે. મુનિ ૫ શકટ ભર્યું જેમ કોચલે રે, તિમ ધન્ના મુનિનું વાન રે; મુનિ પંચ સમિતિ ત્રણ ગુપ્તિશું રે, રંગે રમે નિશદિન રે. મુનિ ૬ સર્વાર્થસિદ્ધ સુખ પામીયો રે, ધન ધન્નો અણગાર રે; મુનિ નવમે અંગે જેહનો રે, વીરે કહ્યો અધિકાર રે. મુનિ છે પંડિત જિનવિજ્ય તણો રે નમે તેહને વારંવાર રે; મુનિ પ્રાતઃ ઉઠીર્ત તેહનું રે, નામ લીજે સુવિચાર રે. મનિ૮
૨૨ શ્રી ધન્ના અણગારની સઝાય
(રાગ- એકદિન પુંડરિક ગણધર રે લાલ) ધન ધન્નો મુનિ વંદીએ રે લાલ, શ્રી વીર તણો અણગાર રે મહામુનિ; કાકંદીપુર માંહે વસે રે લાલ, ભદ્રા માત મલ્હાર રે; મધ૧ તૃણ જેમ છાંડી સંપદા રે લાલ, લીધો સંચમ ભાર રે. મ૦ તપ કરી કાયા શોષવી રે લાલ, કીધો ઉગ્ર વિહાર રે મ૦ ધ૦ ૨ શુદ્ધ કિરિચા પાળે સદા રે લાલ, ઠંડી સર્વ પ્રમાદ રે; મ૦ વીર વખાણે એકદા રે લાલ, સુણીજ તરસ સંવાદ રે. મ૦ ધ૦ ૩ ચઉદ સહસમાં કો નહિ રે લાલ, ધન્ના સમો અણગાર રે; મ૦ તપ જપ સંયમ આદર્યો રે લાલ, પાળે શુદ્ધ આચાર રે. મધ૦ ૪ શીઘથી શીવસુખ પામશે રે લાલ,જીહાં છે સુખ અનંત રે; મ. એહના ગુણ ગાતાં થકાં રે લાલ, ભવભવ દુઃખ નાસંત રે. મ૦ ઘ૦ ૫ સુરનર સુણી હરખ્યાં ઘણું રે લાલ, વાંદે મુનિવર પાચ રે; મ. નિરાગી માંહે તે નીલો રે લાલ, દીઠા આવે દાચ રે. મ૦ ઘ૦ ૬ અનુત્તર ઉવવાઈમાં કહ્યો રે લાલ, ધન્નાનો અધિકાર રે, મ૦ વિધાકીર્તિ કહે સાધુના રે લાલ, નામ થકી વિસ્તાર રે. મ૦ ઘ૦ ૭
For Private And Personal Use Only