________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસર્ગ કીધા આકરાં રે લોલ, પણ નવિ ચૂક્યા તેહ રે; સ0 આળ અલીક દીયો તીણે રે લોલ, નૃપ નવિ સધ્ધહે એહ રે, સ૦ ૫ શેઠ ભણી પૂછે છશો રે લોલ, કહો એ કવણ વૃત્તાંત રે; સ0 શેઠ મુખે બોલે નહીં રે લોલ, રૂક્યો ભૂપ અત્યંત રે. સ. ૬ મારણ હુકમ કીચો તદા રે લોલ, કીધી વિટંબના સૂર રે; સ0 તસ ધરણી કાઉસ્સગ રહી રે લોલ, કષ્ટને કરવા દૂર રે સ૦ ૦ શાસન સુરી સાંનિધ્ય કરી રે લોલ, પ્રગટ્યો પુણ્ય પંડુર રે; સત્ર શૂળી સિંહાસન થયું રે લોલ, શીલ પ્રભાવ સનૂર રે. સ૦ ૮ રાજા બહુ આદર કરી રે લોલ, પહુંચાડ્યો નિજ ગેહ રે; સ. સબ અપરાધ ખમાવી આ રે લોલ, વ્યાપ્યો સુજસ અછેહ રે સ૦ ૯ અનુક્રમે સંયમ આદર્યો રે લોલ, સાર્યા આતમ કામ રે; સ0 કેવળ લહી મુગતે ગયા રે લોલ, શેઠ સુદર્શન સ્વામી રે. સ. ૧૦ મગધ દેશ પાટલી પુરી રે લોલ, વાંદે શ્રી મુનિ ભાણ રે સત્ર અમૃત ધર્મ સંયોગથી રે લોલ, શિષ્ય ક્ષમા કલ્યાણ રે. સ. ૧૧
૨િ૧ શ્રી ધન્ના અણગારની સઝાયો ચરણ કમલ નમી વીરનાં રે, પૂછે શ્રેણિકરાય રે; મુનિ મન માન્યો, ચઉદ સહસ મુનિ તાહરે રે, અધિકો કોણ કહેવાય રે. મુનિ ૧ જિન કહે અધિક માહરે રે, ધન ધન્નો અણગાર રે; મુનિ રિદ્ધિ છતી જેણે પરિહરી રે, તજી તરૂણી પરિવાર રે. મુનિ ૨ સિંહ તણી પેરે નીકળી રે, પાળે વ્રત સિંહ સમાન રે; મુનિ ક્રોધ લોભ માયા તજી રે, દૂર કર્યો અભિમાન રે. મનિ૩ મુજ હાથે સંયમ ગ્રહી રે, પાળે નિરતિચાર રે; મનિટ છઠ્ઠ છઠ્ઠ આંબિલ પારણે રે, લીયે નિરસ આહાર રે. મનિ. ૪
For Private And Personal Use Only