________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિમ દુરિત દોહગ દૂર જાએ, સુખ થાએ બહુ પરે, વળી ધવળ મંગળ આવે વંછિત, સુખ કુશળ ધર અવતરે. ૨૪
( ૧૯ શ્રી સુદર્શન શેઠની સઝાયો મોહનગારી મનોરમા, શેઠ સુદર્શન નારી રે; શીલ પ્રભાવે શાસન સુરી, થઇ જસ સાંનિધ્યકારી રે. મો૦ ૧ દધિવાહન નૃપની પ્રિયા, અભયા દીએ કલંક રે, કોપ્યો ચંપાપતિ કહે, શુલી રોપણ વંક રે. મો૦ ૨ તે નિ સુણીને મનોરમા, કરે કાઉસગ્ગ ધરી ધ્યાન રે; દંપતિ શીલ જો નિર્મળું, તો વધો શાસન મામ રે. મો૦ ૩ શૂલી સિંહાસન થઇ, શાસન દેવી હજુર રે; સંજમ ગ્રહી થયાં કેવલી, દંપતી દોચ સનર રે. મો. ૪ જ્ઞાનવિમલ ગુણ શીલથી, શાસન શોભા ચઢાવે રે; સુરનર સવિ તસ કિંકરા, શ્વસુંદરી તે પાવે રે. મો. ૫
(૨૦ શ્રી સુદર્શન શેઠની સજઝાયો
(રાગ-એકદિન પુંડરિક ગણધર) : શીળતન જતને ધરો રે લોલ, જેહથી સહુ સુખ થાય રે. સલુણા, શેઠ સુદર્શનની પરે રે લોક સંકટ સહુ મીટ જાય રે. સ. ૧ અંગદેશ ચંપાપુરી રે લો, દધિવાહન ભૂપાળ રે; સ૦ અભયા પ્રમુખ અંતેઉરી રે લો, સુંદર લહે સુકુમાર રે. સ૦ ૨ શેઠ સુદર્શન તિહાં વસે રે લો, નારી મનોરમા કંત રે; સ૦ કામ સમો રૂપે કરી રે લો, વ્રતધારી ગુણવંત રે સ૦ ૩ અભયારાણી એકદા રે લોલ, કેળવી ફૂડ મંડાણ રે; સ0 કાઉસ્સગ્ગ કરતા શેઠજી રે લો, આણાવ્યા નિજ ઠાણ રે. સ૦ ૪
For Private And Personal Use Only