________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ૪૪૬ -- - -
છે એક કચ્છદેશ, શેઠ વિજય વળી, વિજયા ભાર્યા તસ ઘરે એ; ભાવસતિ ગૃહી ભેખ તેહને ભોજન, દીધે ફળ હવે એટલો એ. ૧૪ જિનદાસ કહે ભગવંત, તિણ માંહે એટલા, ગુણ કુણ વત છે ઘણા એ, કેવળી કહે અનન્ત, ગુણ તસુ શિયળમાં, કૃષ્ણ શુક્લ પક્ષ વ્રત તણા એ. ૧૫
ઢિાળ ત્રીજી કેવળી મુખે સાંભળી, શ્રાવક તે જિનદાસો રે; કચ્છદેશે હવે આવીયો, પૂરે તે મનની આશો રે. ૧૬ ધન ધન શિયળ સોહામણો, શિયળ સમો નહીં કોઈ રે, શિયળ સુર સાનિધ્ય કરે, શિયળે શિવસુખ હોય રે. ધન- ૧૦ શેઠ વિજય વિજયા ભણી, ભક્તિશું ભોજન દેઈ રે, સહસ ચોરાશી સાધુના, પારણાનો ફલ લઈ રે. ધન. ૧૮ માતા પિતા જબ પૂછયું, તેહનો શિચળ વખાણે રે, કેવળી મુખે જિમ સુણ્યો, તિમ કહે ચતુર સુજાણ રે. ધન ૧૯ કૃષ્ણ શુક્લ પક્ષ દંપતી, ભોજન દે કોઈ ભાવે રે, સહસ ચોરાશી સાધુના, પારણાનો ફળ પાવે રે. ધન૨૦ માતપિતા જબ જાણીયો, પ્રગટ એહ સંબંધ રે, શેઠ વિજય વિજયા વળી, ચારિત્ર લે અપ્રતિબન્ધ રે. ધન૦ ૨૧
(II કળશ II) કેવળી પાસે ચારિત્ર લેઇ ઉદાર, મન મમતા મૂકી પાળે નિરતિચાર, અષ્ટકર્મ ખપાવી, પામ્યો કેવળજ્ઞાન, તે મુક્તિ પોતા દંપતિ સુગુણ સુજાણ. ૨૨ તેહના ગુણ ગાવે, ભાવે જે નરનાર, તે શિવસુખ પામે, પહોંચે ભવનો પાર, નાગોરી તપગચ્છ, શ્રી ચન્દ્રકીર્તિસૂરિરાય, શ્રી હર્ષકીર્તિ સૂરિ, જંપે તાસ પસાય. ૨૩
જીમ કૃષ્ણપક્ષે શુક્લપક્ષે, શીયળ પાળ્યો નિર્મળો, તે દંપતીના ભાવ શુદ્ધ, સદા સગુરુ સાંભળો,
For Private And Personal Use Only