________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*$*$*$*$*$.
૧૬ શ્રી રહનેમિની સઝાય
નાજી નાજી નાજી છેડો નાજી, દેવરીયા મુનિવર છેડો નાજી; સંયમ વ્રત ભાંગે છેડો નાજી, યદુકુલ દુષણ લાગે. છેડો૦ ૧
૪૪૩
અગ્નિકુંડમાં નિજ તનુ હોમે, વસ્યું વિષ નવિ લેવે; જે અગંધન કુલના ભોગી, તે કેમ ફરી વિષ સેવે ? છેડો ૨
લોક હસે ને ગુણ સવિ નિકસે, વિકસે દુર્ગતિ બારી; એમ જાણીને કહો કોણ સેવે, પાપ પંક પરનારી. છેડો ૩
વળી વિશેષ સંયતિની સંગે, બોધિબીજ બળી જાવે; સાહિબ બાંધવ નામ ધરાવો, તો કેમ લાજ ન આવે ? છેડો૦ ૪
મૂરખ કોઈ દહી ગુણ ચંદન, છાર કોયલો લેવે; વિષય હળાહળ પાન નિકંદન, કુણ જીવવાને સેવે. છેડો ૫
રાજુલ બાળા વચન રસાળા,જેમ અંકુશે સૂંઢાળા; એમ થિર કરી રહનેમિ પ્રગટ્યા, જ્ઞાનવિમલ ગુણમાળા છેડો૦ ૬
૧૦ શ્રી વિજયશેઠ-વિજયાશેઠાણીની સઝાય
(રાગ-દિન દુ:ખીયાનો તુ છે બેલી) શુક્લપક્ષ વિજયા વ્રત લીનો, શેઠ કૃષ્ણ પક્ષરો જાની, ધન ધન શ્રાવક પુણ્ય પ્રભાવક, વિજયશેઠ શેઠાણી,
સજી શણગાર ચઢી પિયુ મંદિર, હૈયે હર્ષ ઓર હુલસાણી, ત્રણ દિવસ મુજ વ્રત તણા રે, શેઠ બોલે મધુરી વાણી. ધન૦ ૨
વચન સુણીને નૈણ ઢળિયાં, વદન કમલ થઇ વિલકાણી, પ્રેમ ધરી પદ્મીણીને પૂછે, ચિંતા મનમાં કેમ આણી ? ધન૦ ૩
For Private And Personal Use Only
શુક્લપક્ષ વ્રત ગુરુમુખ લીનો, મેં પરણોજી દુજી નારી, દુજી નાર મારે બેન બરાબર, ધન ધીરજ તારી જાણી, ધન૦ ૪ *********
*****