________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈયે હાર શણગાર સજી સબ, શ્યામ ઘટા હિચે તુલસાની, વર્ષાકાલ અતિ ઘણો ગરજે, ચિંહુજારા હો વરસે પાણી. ધન ૫ એક શૌચાએ દોનું પ્રબલ, બેઉએ મન રાખ્યું તાણી, ષસ ભોજન દ્વાદશ સંવત્સર, બીજી નારીઓ ભરશે પાણી. ધન ૬ મન વચન કાયા અખંડિત નિર્મલ, શીલ પાળ્યું ઉત્તમ પ્રાણી, વિમલ કેવલી કરી પ્રશંસા, એ દોનું ઉત્તમ જાણી. ધન છે પ્રગટ હુવા સંચમ વ્રત લીનો, મોહ કર્મ કીચો ધુળધાણી, રતનચંદ કરજોડી વિનવે, કેવલ લહિ ગયા નિર્વાણી. ધન૮ ૧૮ શ્રી વિજયશેઠ- વિજયાશેઠાણીની સઝાયો
ઢિાળ પહેલી) પ્રહ ઉઠી રે પંચ પરમેષ્ઠી સદા નમું, મન શુદ્ધ રે જેને ચરણે નિત્ય નમું, ધુર તેહમાં રે અરિહંત સિદ્ધ વખાણીએ, તે પછી રે આચારજ મન આણીએ. ૧
આણીએ મન ભાવશુદ્ધ ઉપાધયાય મન રૂલી, જે પન્નર કર્મભૂમિ માંહી સાધુ પ્રણમો તેહ વળી; જેમ કૃષ્ણપક્ષે શુક્લપક્ષે શિયલ પાલ્યો તે સુણો,
ભરથારને સ્ત્રી બન્ને જેહનું ચારિત્ર ભાવે હું ભણું. ૨ ભરતક્ષેત્રે રે સમુદ્રતીરે દક્ષિણ દિસે, કચ્છ દેશે રે વિજયશેઠ શ્રાવક વસે; શીયળ વ્રત રે અંધારા પક્ષનો લીયો, બાળપણામાં રે એવો નિશ્ચે મન કીયો. ૩
મન કીચો નિશ્ચય તેણે એહવો, પક્ષ અંધારો પાળશું, ધરી શિયળ નિશ્ચ એહ રીતે, વિષય દૂષણ ટાળશે એક છે સુન્દર રૂપે વિજયા, નામે કન્યા તિહાં વળી,
તેણે શુક્લ પક્ષનો નિયમ લીધો, સુગુરુ જોગે મન રૂલી. ૪ કમજોગે રે માંહોમાંહે તે બેહું તણો, શુભ દિવસે રે હુઓ વિવાહ સોહામણો; તવ વિજયા રે સોળ શણગાર સજી કરી, પિયુમન્દિર રે પહોંચી મન ઉલટ ધરી. ૫
For Private And Personal Use Only