________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણી ધન ધન એક અણગાર, વંદો વારંવાર રે. પ્રાણી. ૧ પાળ બાંધી શિર ઉપરે જી, ભર્યા અંગારા રે ત્યાંય; ભડભડ વાળા સળગતી જી, બદષિ ચડિયા ઉત્સાહ રે. પ્રાણી૨ એ સસરો સાચો સગો જી, આપે મુક્તિની પાધ; ઇણ અવસર ચુકું નહિ જી, ટાળું કર્મવિપાક રે. પ્રાણી૩ મારું કાંઈ બળતું નથી જી, બળે બીજાનું રે એહ; પાડોશીની આગમાં જી, આપણો અળગો ગેહ રે. પ્રાણી ૪ જન્માન્તરમાં જે કર્યા છે, આ જીવે અપરાધ; ભોગવતાં ભલી ભાત શું છે, શુક્લ ધ્યાન આસ્વાદ રે. પ્રાણી ૫ દ્રવ્યાનલ ભાવાનલે જી, કાચા કર્મ દહંત; અંતગડ હુવા કેવળી જી, ધર્મરત્ન પ્રણમંત રે. પ્રાણી. ૬
( ૧૪ શ્રી ગજસુકુમાલની સજઝાય સોના કેરા કાંગરા ને રૂપા કેરા ગઢ રે; કૃષ્ણજીની દ્વારીકામા, જોવાની લાગી રટ રે, ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાલ રે, આ પુરાં પુજે પામીયા. ૧ નેમિનિણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે; ગજસુકુમાલ વીરા, સાથે બોલાઈ રે. ચિરંજીવો૦૨ વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે; શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રે. ચિરંજીવો૦૩ ઘેર આવી એમ કહે, રજા દીયો માતા રે; સંચમ સુખ લહું, જેહથી પામુ શાતા રે.ચિર જીવો૦૪ મૂછણિી માડી કુંવર, સુણી તારી વાણી રે; કુંવર કુંવર કેતાં આંખે, નથી માતા પાણી રે. ચિરંજીવો૦૫
For Private And Personal Use Only