________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ શ્રી ગજસુકુમાલની સજઝાયા
(રાગ- દિન દુઃખીયાનો તુ છે બેલી) સંવેગરંગમાં ઝીલતો રે, મનશું કરે રે આલોચ; પ્રભવાણી સુણીને થયો રે, દીક્ષા લીયે સોલ વર્ષ. ચાદવરાય ! ધન ધન ગજસુકુમાલ, તેહને કરું વંદના ત્રણ કાળ. ૧ પ્રભુ પાસે સંયમ આદર્યો, તેના ચઢતા છે પરિણામ; મન વચ કાચા વશ કરી રે, ને હું પામુ કેવળજ્ઞાન. ૨ મુક્ત જાવા મુનિ ઉતાવળો રે, પૂછે પ્રભુને એમ; કેવલ ક્યારે આવશે રે, પ્રભુ ભાખે રાત્રે આજ. ૩ સ્મશાનમાં જઇ કાઉસગ્ગ રહ્યા રે, તેણે સાંજે ગજસુકુમાલ; બીજા મુનિઓ એમ ચિંતવે રે, ધન બાલમુનિના ભાવ. ૪ મુજ પુત્રી વિણ અવગુણે તજી રે, સોમિલ બ્રાહણ થયો ક્રોધી; સગડી રચે મસ્તક ઉપરે રે, ચઉ દિશિ બાંધી માટીની પાળ. ૫ વેદના જેમ અધિકી વધે રે, વધ્યા શુભ પરિણામ; ચૌદમે ગુણઠાણે ચઢયાં રે, મુનિ પામ્યા કેવળજ્ઞાન. ૬ દેવકી રાણીને થઈ રે, રાત્રી તે વર્ષ હજાર; વાંદવા આવી પ્રભાત સમે રે, પૂછે મારો પ્રાણ આધાર. છે પૂછતા પ્રભુ માંડી કહે રે, રાત્રીની વિગત વાત; કૃષ્ણ દેખી હૈયુ ફુટશે રે, તેણે કર્યો બષિનો ઘાત. ૮ ઉપશમ સુધારસ સેવતા રે, પાખ્યા અવિચલ રાજ; મન રંગે સાધુ મહંતના રે, ગુણ ગાવે શ્રી જિનારાજ. ૯
૧૩ શ્રી ગજસુકુમાલની સઝાયો ગજસુકુમાલ મહામુનિજી, સ્મશાને કાઉસ્સગ; સોમીલ સસરે દેખીને જી, કીધો મહાઉપસર્ગ રે,
For Private And Personal Use Only