________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકદિન પૂછે રે શાલિભદ્ર સાધુજી રે, ભાખો ભાખો ભગવન્! આજ; પારણું હોશે રે પ્રભુ કેહને ઘરે રે, બોલ્યા વીર જિનરાજ. શાહ ૨ માત તુમારી હાથે પારણું રે, સાંભળી શાલિભદ્ર ધા; વહોરવા પહોંતા રે ભદ્રા આંગણે રે, તપે કરી દુર્બળ તન્ન. શાહ ૩ આંગણે આવ્યા કેણે નવિ ઓળખ્યા રે, વળીયા તે અણગાર; દહીં વહોરાવ્યું પૂરવ ભવની માવડી રે, મન ધરી હરખ અપાર. શા૪ વીરજિન વચને તેજ નિસુણી રે, મન ધરી અતિ હી વૈરાગ; ગિરિ વૈભારે અણસણ આદર્યું રે, પાદપોપગમન સાર. શા૫ ઇમ સુણીને ભદ્રા માવડી રે, અને વળી બગીશ નાર; આવ્યા જીહાં તે મુનિવર પોઢીચા રે, વિલેપે અતિ હી સંભાર શાહ ૬ ભદ્રા કહે રે પુત્ર તું માહરો રે, કિહાં તે સુખ વિસ્તાર; શ્રેણિક શું રે આવ્યો નવિ જાણું રે, કાંઈ કરો કષ્ટ અપાર. સા. ૦ ભદ્રા કહે છે પુત્ર સોહામણો રે, તું મુજ જીવન આધાર; મેં પાપિણીએ સુત નવિ ઓળખ્યો રે, સુઝતો ન દીધો આહાર શા. ૮ એકવાર સાહ! જેને વાહલા રે, પુરો અમારી રે આશ; અવગુણ પાંખે કાંઈ વિસારીયા રે, તુજ વિણ ઘડીચ છ માસ. શાહ ૯ ઇમ ઝૂરતી ભદ્રા માવડી રે, અંતે ઉર પરિવાર; દુઃખભર વંદી બેઉ સાધુને રે, આવ્યા નગર મોઝાર શા. ૧૦ સર્વાર્થ સિધ્ધ મહાસુખ ભોગવે રે, શાલિભદ્ર ટોચ સુસાઇ; મુનિ મેઘરાજ સ્તવે ગુણ તેહના રે, પામ્યા સુખ નિરાબાધ. શાહ ૧૧
( ૫ શ્રી ધન્ના -શાલીભદ્રની સઝાય
(રાગ-રંગરસીયા રંગ બન્યો) સરસ્વતી સ્વામીને વિનવું રે, રંગ રસીયા;
સુગુરુ લાગુ પાય, પ્રીતમ મન વસીયા. ૧
For Private And Personal Use Only