________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠાણી સુભદ્રા નિરખે જી, રત્નકંબળ લેઈ પરખે છે; પહોંચાડો જી, શાલિભદ્રને મંદિરીએ જી. ૪ તેડાવ્યો ભંડારી જી, વીશ લાખ નિરધારી જી; ગણી દેજ્યો જી, એહને ઘેર પહોંચાડજો જી. ૫ રાણી કહે સુણો રાજાજી, આપણું રાજ શું કાજ જી; મુજ માટે જી, એક ન લીધી કાંબળી જી. ૬ સુણ હો ચેલણા રાણી છે, એ વાત મેં જાણી જી; પીછાણી જી, એ વાતનો અચંબો ઘણો જી. છે. દાતણ તો તબ કરશું જી, જબ શાલિભદ્ર મુખ જોશું જી; શણગારો જી, ગજરથ ઘોડા પાલખી જી. ૮ આગળ કૂતલ હીંચાવંતા, પાછળ પાત્ર નચાવંતા; રાય શ્રેણીક જી, શાલીભદ્ર ઘેર આવિયા જી. ૯ પહેલે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિયો; કાંઈ જોયોજી, આ ઘર તો ચાકર તણાં જી. ૧૦ બીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિયો; કાંઈ જોયો જી, આ ઘર તો સેવક તણાં જી. ૧૧ ત્રીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિઓ; કાંઈ જોયો જી, આ ઘર તો દાસી તણાં જી. ૧૨ ચોથે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિઓ; કાંઈ જોજ્યો જી, આ ઘર તો શ્રેષ્ઠિ તણાં જી. ૧૩ રાય શ્રેણીકની મુદ્રિકા, ખોવાઇ ખોળ કરે તિહાં; માય ભદ્રા જી, થાળ ભરી તવ લાવિયા જી. ૧૪ જાગો જાગો મોરા નંદ જી, કેમ સુતા આણંદ જી; કાંઈ આંગણે જી, શ્રેણીકરાય પધારીયા જી. ૧૫ હું નવિ જાણું માતા બોલમાં, હું નવિ જાણું માતા તોલમાં તમે લેજયો છે, જેમાં તમને સુખ ઉપજે છે. ૧૬
For Private And Personal Use Only