________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વે કદી પૂછતાં નહીં, તો આમાં શું પૂછો સહી; મોરી માતા જી, હું નવિ જાણું વણઝમાં રૂ. ૧૦ રાય કરિયાણું લે જી, મુહ માંગ્યા દામ દેજ્યો જી; નાણાં ચુકવી જી, રાય ભંડારે નંખાવી દીચો છે. ૧૮ વલતી માતા ઇમ કહે, સાચુ નંદન સદ્દહે; કાંઈ સાચે જી, શ્રેણિકરાય પધારીયા જી. ૧૯ ક્ષણમાં કરે કાંઈ રાજીઓ, ક્ષણમાં કરે બેરાજીઓ; કાંઈ ક્ષણમાં જી, ન્યાય અન્યાય કરે સહી જી. ૨૦ પૂર્વે સુકૃત નવિ કીધા, સુપાત્રે દાન જ નવિ દીધાં; મજ મારો જી, હજુ પણ એવા નાથ છે જી. ૨૧ અબતો કરણી કરશું જી, પંચ વિષય પરિહરશું છે; પાળી સંયમ જી, નાથ સનાથ સશું સહી જી. ૨૨ ઇંદુવત્ અંગે તેજ જી, આવે સહુને હેજ જી; નખ શીખ લગે જી, અંગો પાંગ શોભે ઘણાં જી. ૨૩ મુક્તાફળ જીમ ચળકે જી, કાને કુંડલ ઝલકે જી; રાય શ્રેણિક જી, શાલિભદ્ર ખોળે લીઓ જી. ૨૪ રાજા કહે સુણો માતા જી તુમ કુવંર સુખ શાતા જી; હવે એહને જી, પાછો મંદિર મોકલો. જી. ૨૫ શાલિભદ્ર નિજ ઘર આવિયા, રાય શ્રેણિક ઘેર સિધાવિયા; પછી શાલિભદ્ર જી, ચિંતા કરે મનમાં ઘણી જી. ૨૬ શ્રી જૈનધર્મ હું આદરૂં, મોહ માયા ને પરિહરું; હું છાંડુ જી, ગજ રથ ઘોડા પાલખી જી. ૨૦ સુણીને માતા વિલખે છે, નારીઓ સઘળી તલને જી. તેણી વેળાંજી, અશાતા પાખ્યા ઘણી જી. ૨૮
For Private And Personal Use Only