________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાયને કરીયાણું ગણ્યું, માતાને આશ્ચર્ય થાય રે શ્રેણિક ખોળે બેસાડતા, સ્વેદથી શરીર ભરાય છે. સુખી. ૫ મનમાં શાલિભદ્ર ચિંતવે, પુચમાં રહી મુજ ખામી રે ચારિત્ર પાછું જો નિર્મળ, તો શિર પર નહિ સ્વામી રે. સુખી ૬ સંપૂર્ણ સુખને પામવા, ત્યાગનું પકડ્યું નિમિત્ત રે નારી એકેક નિત્ય પરિહરે, દીક્ષા લેવા ખચિત રે. સુખી છે શેઠ ધન્નો તીણે અવસરે, તજે રમણીનો રાગ રે ખેર ભરી કાચાએ આવીચો, જોવા શાલિભદ્ર ત્યાગ રે. સુખી ૮ કથા સુણી ધન્ના શેઠની, કરી માતાને વાત રે દીક્ષા લેવા મન દોડીયું. ધન્ના શેઠ સંગાથ રે. સુખી૯ રિદ્ધિ સિદ્ધિ તજી સામટી રે, તજી ભોગ વિલાસ રે મહેલ ઝરૂખા ને માળીયા, છોડ્યાં દાસીને દાસ રે. સુખી ૧૦ રડતી માતા મૂકીને, સાથે બગીશ નાર રે પ્રેમના બંધન તોડીને, લીધો સંચમ ભાર રે.સુખી. ૧૧ હિરવિજય ગુરુ હિરલો રે, વીરવિજય ગુણ ગાય રે લબ્ધિવિજય ગુરૂ રાજીયો, તેહના પ્રણમું પાય રે. સુખી. ૧૨
(૩ શ્રી શાલિભદ્રની સઝાયો
રાજગૃહી નગરી મોઝારો જી, વણઝારો દેશાવર સારો જી ઇણ વણજે જી, રત્નકંબલ લઈ આવીયા જી. ૧ લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી કાંઈ પરિમલ જી, ગઢમઢ મંદિર પરિહરિ જી. ૨ પૂછે ગામને ચોતરે, લોક મળ્યા વિધવિધ પરે જઇ પૂછો જી, શાલિભદ્રને મંદિરીએ જી. ૩
For Private And Personal Use Only