________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમી તપ મહિમા વિશે રે, ભાખે નિજ અધિકાર; તપ૦ જેણે જેહથી શિવપદ લહ્યું રે, તેહને તસ ઉપકાર તપ૦ ૧૪
ઢિાળ છઠ્ઠી ચોવીશ દંડક વારવા, હું વારી લાલ, ચોવીશમો જિનચંદરે, હું વારી લાલ; પ્રગટયો પ્રાણત સ્વર્ગથી, હું વારી લાલ, ત્રિશલા ઉર સુખકંદ રે, હુ
મહાવીરને કરુ વંદના, હું વારી લાલ. ૧ પંચમી ગતિને સાધવા, હું વારી લાલ, પંચમનાણ વિલાસ રે, હું મહાનિશીથ સિદ્ધાંતમાં, હું વારી લાલ, પંચમી તપ પ્રકાશ રે, હું વારી લાલ.૨ અપરાધી પણ ઉદ્ધર્યો, હું વારી લાલ, ચંડકોશિયો સાપ રે, હું યજ્ઞ કરતા બ્રાહ્મણો, હું વારી લાલ, સરખા કીધા આપ રે, હું વારી લાલા. ૩ દેવાનંદા બ્રાહ્મણી, હું વારી લાલ, બદષભદસ વળી વિપ્ર રે, હું
વ્યાસી દિવસ સંબંધથી હું વારી લાલ, કામિત પૂર્યો ક્ષિપ્ર રે, હું વારી લાલ. ૪ કર્મ રોગને ટાળવા, હું વારી લાલ, સર્વ ઔષધની જાણ રે, હુંo આદર્યો મેં આશા ધરી, હું વારી લાલ, મુજ ઉપર હિત આણ રે, હું વારી લાલ. ૫ શ્રી વિજયસિંહ સૂરીશનો, હું વારી લાલ, સત્યવિજય પંન્યાસ રે, હું શિષ્ય કપૂરવિજય કવિ, હું વારી લાલ, ચંદકિરણ જસ જાસ રે, હું વારી લાલ. ૬ પાસ પંચાસરા સાનિધ્યે, હું વારી લાલ, ખીમાવિજય ગુરુનામ રે, હું જિનવિજય કહે મુજ હજો, હું વારી લાલ, પંચમી તપ પરિણામ રે, હું વારી લાલ.૦
કળશો
ઇમ વીરલાયક વિશ્વનાયક, સિદ્ધિદાયક સંસ્તવ્યો, પંચમી તપ સંસ્તવન ટોડર, ગ્રંથી નિજ કંઠે ઠવ્યો; પુણ્યપાટણ ક્ષેત્ર માંહે, સરાર ગાણું સંવત્સરે, શ્રી પાર્શ્વ જન્મ કલ્યાણ દિવસે, સકલ ભવિ મંગલ કરે.
For Private And Personal Use Only