________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઢાળ પાંચમી સર વયણ સુધારસે રે, ભેદી સાતે ધાત, તપશું રંગ લાગ્યો; ગણમંજરી વરદત્તનો રે, નાઠો રોગ મિથ્યાત. તપ૦ ૧ પંચમી તપ મહિમા ઘણો રે, પ્રસર્યો મહીચલમાંહી; તપ૦ કન્યા સહસ સ્વયંવરા રે વરદત્ત પરણ્યો ત્યાંહી. તપ૦ ૨ ભૂપે કીધો પાટવી રે, આપ થયો મુનિ ભૂપ; તપ૦ ભીમકાંત ગુણે કરી રે, વરદત્ત રવિ શશિ રૂપ તપ૦ ૩ રાજ રમા રમણી તણાં રે, ભોગવે ભોગ અખંડ; તપ૦ વરસે વરસે ઉજવે રે, પંચમી તેજ પ્રચંડ. તપ૦ ૪ ભક્તભોગી થયો સંચમી રે, પાલે વ્રત ષટ્ટાય; તપ૦ ગુણમંજરી જિનચંદ્રને રે, પરણાવે નિજ તાય. તપ૦ ૫ સુખ વિલસી થઈ સાધવી રે, વૈજયંતે દોય દેવ તપ૦ વરદત્ત પણ ઉપનો રે, જિહાં સીમંધર દેવ. તપ૦ ૬ અમરસેન રાજા ઘરે રે, ગુણવંત નારી પેટ; તપ૦ લક્ષણ લક્ષિત રાચને રે, પુણ્ય કીધો ભેટ તપ૦ ૦ શૂરસેન રાજા થયો રે, સો કન્યા ભરથાર; તપ૦ સીમંધર સ્વામી કને રે, સુણી પંચમી અધિકાર. તપ૦ ૮ તિહાં પણ તે તપ આદર્યું રે,લોક સહિત ભૂપાલ; તપ૦ દશ હજાર વરસાં લગે રે, પાળે રાજ્ય ઉદાર. તપ૦ ૯ ચાર મહાવત ચપશું રે, શ્રી જિનવરની પાસ; તપ૦ કેવલધર મુક્ત ગયો રે, સાદિ અનંત નિવાસ. તપ૦ ૧૦ રમણી વિજય શુભાપુરી રે,જંબૂવિદેહ મોઝાર; તપ૦ અમરસિંહ મહીંપાલને રે, અમરાવતી ઘરનાર. તપ૦ ૧૧ વૈજયંત થકી ચવી રે, ગુણમંજરીનો જીવ તપ૦ માનસર હંસલોરે, નામ ધર્યું સુગ્રીવ. તપ૦ ૧૨ વીશે વરસે રાજવી રે, સહસ ચોરાશી પુત્ર; તપ૦ લાખ પૂરવ સમતા ધરે રે, કેવળજ્ઞાન પવિત્ર તપ૦ ૧૩
For Private And Personal Use Only