________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ગુટક) સર્વઘાતી નિંદ વ્યાપી, સાધુ માંગે વાચણા, ઉંઘમાં અંતરાય ચાતાં, સૂરિ હુઆ દૂમણા; જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યો, લાગ્યો મિથ્યાત્વ ભૂતડો, પુણ્ય અમૃત ઢોળી નાંખ્યું, ભર્યો પાપણો ઘડો. ૬
ઢાળ
મન ચિંતવેરે, “કાં મુજ લાગ્યું પાપ રે ? યુત અભ્યાસો રે, શ્યો એવડો સંતાપ રે; મુજ બાંધવ રે ભોયણ સયણ સુખે કરે મૂરખના રે આઠ ગણ મન ઉચ્ચરે.” છે
ત્રુિટક) બાર વાસર કોઈ મુનિને, વાયણા દીધી નહિ, અશુભધ્યાને આયુ પૂરી, ભૂપ તુજ નંદન સહી; જ્ઞાન વિરાધન મૂઢ જડપણું, કોઢની વેદના લહી; વૃદ્ધ બાંધવા માન સરોવર, હંસ ગતિ પામ્યો સહી. ૮
ઢિાળ) વરદાને રે, જાતિસ્મરણ ઉપન્યું, ભવ દીઠો રે, ગુરુ પ્રણમી કહે શુભ મનો, ધન્ય ગુરુજી રે ! જ્ઞાન જગમાંય દીવડો, ગુણ અવગુણ રે, ભાસન જે જગ પરવડો. ૯
ત્રુિટકો જ્ઞાન પાવન સિદ્ધિ સાધન, જ્ઞાન કહો કેમ આવડે ? ગુર કહે તપથી પાપ નાશે, ટાટ જેમ ઘન તાવડે, ભૂપ પભણે પુત્રને પ્રભુ તપની શક્તિ ન એવડી, ગુરુ કહે “પંચમી તપ આરાધો, સંપદા લ્યો બેવડી.” ૧૦
For Private And Personal Use Only