________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦*************
બહુપુણ્યનો જયાં ઉદય છે, એવા ભવિકના દ્વારને,
પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે; સ્વીકારતા આહાર બેતાલીસ, દોષ વિહીન જે. એવા૦ ૨૬
ઉપવાસ માસક્ષમણ સમા, તપ આકરાં તપતા વિભુ, વિરાસનાદિ આસને, સ્થિરતા ઘરે જગના પ્રભુ; બાવીસ પરીષહને સહંતા ખૂબ જે અદ્ભુત વિભુ. એવા૦ ૨૭
બાહ્ય અત્યંતર બધા પરિગ્રહથકી જે મુક્ત છે,
પ્રતિમાવહન વળી શુક્લ ધ્યાને, જે સદાય નિમગ્ન છે;
જે ક્ષેપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને. એવા૦ ૨૮
પદસ્થ અવસ્થા
જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું,
જેના મહાસામર્થ્ય કેરો, પાર કો નવ પામતું;
એ પ્રાપ્ત જેણે ચારઘાતી, કર્મને છેદી કર્યું. એવા૦ ૨૯
જે રજત સોના ને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં,
સુવર્ણના પાદપીઠમાં, પદકમલને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસને જે શોભતા. એવા૦ ૩૦
જ્યાં છત્રસુંદર ઉજ્જવલા, શોભી રહ્યા શિર ઉપરે,
ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્વય. વડે;
દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ, અશોકયી ય પૂજાય છે. એવા૦ ૩૧
મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં,
ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં; ચોમેર જાનું માણ પુષ્પો, અર્ધ્ય જિનને અર્પતા. એવા૦૩૨
જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણલોકમાં,
ત્રિભુવન તણા સ્વામી તણી, સૌએ સુણો શુભદેશના; પ્રતિબોધ કરતા, દેવ માનવ ને વળી તિર્યંચને, એવા૦૩૩ ************
For Private And Personal Use Only