________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકાગ્રત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, સાવધ સઘળા પાપયોગોના કરે પચ્ચક્ખાણને; જે જ્ઞાન દર્શન ને મહાચારિત્ર રત્નત્રયી ગહે. એવા૦૧૮ નિર્મલવિપુલમતિ મન:પર્યવ, જ્ઞાન સહ જે દીપતા, જે પંચસમિતિ ગતિશ્રયની, રયણમાળા ધારતા; દશભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે. એવા. ૧૯ પુષ્કર કમલનાં પત્રની, ભ્રાંતિ નહિ લેપાય છે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે; આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા. એવા ૨૦ ને અખ્ખલિત વાયુ સમૂહની, જેમ જે નિર્બધ છે, સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઇન્દ્રિય દેહ છે; નિસ્ટંગતા ચ વિહંગશી, જેનો અમુલખ ગુણ છે. એવા ૨૧ ખગીતણા વરશૃંગ જેવા, ભાવથી એકાકી જે, ભારંડપંખી સારિખા, ગુણવાન ને અપ્રમત્ત છે; વ્રતભાર વહેતા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે. એવા ૨૨ કુંજરસમાં શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી, જેના હૃદયને છે વરી; જેના સ્વભાવે સોમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની. એવા. ૨૩ આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપતેજથી, વળી પૂરતા દિગંતને, કરૂણા ઉપેક્ષા મૈત્રીશી; હરખાવતા જે વિશ્વને, મુદિતાતણા સંદેશથી. એવા. ૨૪ જે શરદબદતુના જળસમા, નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતા, જે વિભિન્ન સ્થળો વિષે; જેની સહન શક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે. એવા. ૨૫
For Private And Personal Use Only