________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે બાહ્ય વચમાં પ્રોટજ્ઞાને, મુગ્ધ કરતા લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને; ત્રણ લોકમાં વિસ્મયસમાં, ગુણરૂપ યોવનયુક્ત જે. એવા૦ ૧૧ ( રાયાવસ્થા) મથુન પરિષહથી રહિત છે, નંદતા નિજભાવમાં જે ભોગકર્મ નિવારવા, વિવાહ કંકણ ધારતા ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં. એવા ૧૨ મૂછ નથી પાખ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્ય નીતિથી, પ્રજા છે સુખચેનમાં; વળી શુદ્ધ અધ્યવસાચથી જે, લીન છે નિજભાવમાં એવા ૧૩ પામ્યા સ્વયંસંબુદ્ધપદ જે, સહજવર વિરાગવંત, ને દેવ લોકાંતિક ઘણી, ભક્તિ થકી કરતા નમન; જેને નમી કૃતાર્થ બનતા, ચારગતિના જીવગણ. એવા ૧૪ આવો પધારો ઇષ્ટવસ્તુ, પામવા નરનારીઓ, એ ઘોષણાથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિય સૌનું, દાનના મહાકાળી. એવા ૧૫ શ્રિમણ અવસ્થા દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઇન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી; અશોક પુન્નાગ તિલક ચંપાવૃક્ષ, શોભિત વનમહીં. એવા. ૧૬ શ્રી વજધર ઇન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત રે; જે પંચમુષ્ટિ લોચ કરતા, કેશ વિભુ નિજ કર વડે. એવા ૧૦
For Private And Personal Use Only