________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં ભવ્ય જીવોના અવિકસિત, ખીલતાં પ્રજ્ઞા કમળ, ભગવંતવાણી દિવ્યસ્પર્શી, દૂર થતાં મિથ્યા વમળ; ને દેવદાનવ ભવ્યમાનવ, ઝંખતા જેનું શરણ. એવા૦૩૪ જે બીજ ભૂત ગણાય છે, ત્રણપદ ચતુર્દશપૂર્વના, ઉપ્પન્નઇ વા વિગમેઇ વા, ધુવેઇ વા મહાતત્વના એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર, ત્રણ જગનાથ જે. એવા ૩૫ એ ચૌદપૂર્વના રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે. તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે; ખોલે ખજાનો ગૂઢ માનવ, જાતના હિત કારણે. એવા ૩૬ જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુરઅસુર સહુ વંદન કરે; ને સર્વજીવો ભૂત-પ્રાણી,-સત્વશું કરૂણા ધરે. એવા ૩૦ જેને નમે છે ઇન્દ્ર, વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ; જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હસ્યા. એવા ૩૮ જે છે પ્રકાશક સી પદાર્થો, જડ તથા ચેતન્યના, વરશુક્લ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાતમા; જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી. એવા ૩૯ રૂપસ્થ અવસ્થા) લોકાગ્રભાવે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધના સુખ અર્પતી, અંતિમ તપસ્યા જ કરે; જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શેલેશીકરણ. એવા ૪૦ હર્ષે ભરેલા દેવનિર્મિત, અંતિમ સમવસરણે, જે શોભતા અરિહંત પરમાત્મા, જગતધર આંગણે; જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુઃખના. એવા ૪૧
For Private And Personal Use Only