________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ મહિમા સાર, સાંભળજો નરનાર, આ છે લાલ ! હેજ ધરી આરાધીએજી; તો પામો ભવપાર, પુત્ર કલબ પરિવાર, આ છે લાલ ! નવ દિન મંત્ર આરાધીએજી. ૧ આસો માસ સુવિચાર, નવ આંબિલ નિરધાર, આ છે લાલ ! વિધિશું જિનવર પૂજિયેજી; અરિહંત સિદ્ધપદ સાર, ગણણું તેર હજાર, આ છે લાલ ! નવપદ મહિમા કીજીએજી. ૨ મયણાસુંદરી શ્રીપાળ, આરાધ્યો તત્કાળ, આ છે લાલ ! ફળદાયક તેહને થયો જી; કંચન વરણી કાય, દેહડી તેહની થાય, આ છે લાલ ! શ્રી સિદ્ધચક મહિમા કહોજી. ૩ સાંભળી સહુ નરનાર, આરાધો નવકાર, આ છે લાલ ! હેજ ધરી હેડે ઘણુંજી; ચૈત્ર માસ વળી એહ ધરો નવપદજું નેહ આ છે લાલ ! પૂજ્યો દે શિવસુખ ઘણુજી. ૪ એણી પરે ગૌતમ સ્વામ, નવનિધિ જેહને નામ; આ છે લાલ ! નવપદ મહિમા વખાણીએજી ઉત્તમસાગર શિષ્ય, પ્રણમે તે નિશદિન, આ છે લાલ ! નવપદ મહિમા જાણીએજી. ૫
જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંક, પાંચ એકાવન ભેદે રે; સમ્યજ્ઞાન જે જિનવર ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે; જ્ઞાન ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીર નીર જિમ હંસો રે; ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતી પ્રકાશ્યો રે જ્ઞાન ૨ મનથી ન જાણે કે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસભાવ પ્રકાશે રે. જ્ઞાન. ૩ કંચનનાણું રે લોચનવંત લહે, અંધોઅંધ પુલાય રે, એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્વાદ રસ સમુદાય રે. જ્ઞાન ૪ જ્ઞાનભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકલ ગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ કૂળ રે. જ્ઞાન પ
For Private And Personal Use Only