________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૮
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***** +++++++++++++
માય જાગી જૂએ પુત્ર, સુરવરે પુજીયો એ; કુંડલ દોય દેવષ્ય, અંગુઠે અમીય દીયો એ. ૧૪
જન્મ મહોત્સવ રાય, ઋદ્ધિએ વાઘીયો એ, સજ્જન સંતોષી નામ, વર્ધમાન થાપીયો એ. ૧૫
ઢાળ ૪ થી
(રાગ - પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા)
પ્રભુ કલ્પતરૂ સમ વાઘે, ગુણ મહિમા પાર ન લાધે; રૂપે અદ્ભુત અનુપમ અકલ, અંગે લક્ષણ વિધા સકલ. ૧ મુખચંદ્ર કમલદલ નયણ, સાસ સુરભિગંધ મીઠાવયણ; હેમવરણે પ્રભુ તનુ શોભાવે, અતિ નિર્મળ નીરે નવરાવે ૨ તપ તેજે સૂરજ સોહે, જોતાં સુરનરનાં મન મોહે; પ્રભુ રમે રાજકુંવર શું વનમાં, માય તાયને આનંદ મનમાં. ૩ પ્રભુ અતુલ મહાબલ ધીર, ઇન્દ્ર સભામાંહે કહે જિનવીર; એકસુર મૂઢ વાત ન માને, આવ્યો પરખવાને વન રમવાને. ૪ અહિ થઈ વૃક્ષ આમલીચે રાખ્યો, પ્રભુ હાથે ઝાલી દૂરે નાંખ્યો, વળી બાળક થઇ આવી રમીયો, હારી વીરને ખંધે લઈ ગમીયો. ૫
માય તાય દુ:ખ ધરી કહે મિત્ર, કોઈ વર્ધમાનને લઈ ગયો શત્રુ જોતા સુર વાઘે ગગને મિથ્યાત્વી, વીર મુષ્ટિએ હણ્યો પડ્યો ધરતી. ૬
પાય નમી નામ દીધું, મહાવીર, જેહવો ઇન્દ્રે કહ્યો તેવો ધીર, સુર વળ્યો પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અંગે. ૭ ૧. સાસ-શ્વોસોશ્વાસ, ૨ અહિ-સર્પ
વસ્તુ
રાય ઓચ્છવ રાય ઓચ્છવ કરે મનરંગ, લેખનશાળાએ સુત ઠવે, વીર જ્ઞાન રાજા ન જાણે, +++++++++++++++++++
For Private And Personal Use Only