________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસનથી રે ઉદેવ, ભક્તિએ શુણે એ; વાજે સુઘોષા ઘંટ, સઘલે રણઝણે એ. ૨ ઇન્દ્ર ભુવનપતિ વીશ, વ્યંતર તણાએ, બત્રીશ રવિ શશિ દોચ, દશ હરિ કલ્પનાએ. ૩ ચોસઠ ઇન્દ્ર આણંદ, પ્રણમી કહે એ; રત્નગર્ભ જિન માત, દુજી એસી નહિએ. ૪ જન્મ મહોત્સવ દેવ, સવિતું આવિયાએ, મારા દેઇ નિદ્રામંત્ર, સુત લઈ મેરૂ ગયા. ૫ કંચન મણિ ભંગાર, ગંધો કે ભર્યાએ, કિમ સહસે લઘુવીર, હરિ સંશય ધર્યાએ. ૬ વહેશે નીર પ્રવાહ, કેમ તે નામીએ એ; ન કરે નમણા સ્નાન, જાણ્યું સ્વામીએએ. છ ચરણ અંગુઠ મેરૂ, ચાંપી નાચીચો એ; મુજ શિર પર ભગવંત, એમ લહી માચીચોએ. ૮ ઉલયા સાગર સાત, સરવે જળ હલ્યાએ; પાચાલે નાગેન્દ્ર, સઘળા સલસલ્યા. ૯ ગિરિવર ગુટે ટુંક, ગડગડી પડ્યાએ; ત્રણ ભુવનના લોક, કંપિત લડશડ્યાએ. ૧૦ અનંતબલ અરિહંત, સુરપતિએ કહ્યું એ; મુજ મન મૂરખ મૂઢ, એટલું નવિ લહ્યું છે. ૧૧ પ્રદક્ષિણા દેઈ ખામી, ઓરછવ કરે ; નાચે સુરગાયે ગીત, પુણ્ય પોતે ભરે એ. ૧૨ ઇણે સુખે સ્વર્ગની લીલ, તૃણ સમ ગણે છે; જિન મૂકી માયને પાસ, પદ ગયા આપણે એ. ૧૩
For Private And Personal Use Only