________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૩૮૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3C9***$*$*
નિજપદ પંડિત સંચરીયા, રાય સુખે રહેએ, દેવી ઉદર ગર્ભ વાધો, શુભ દોહલા લહે એ. ૮ માત ભક્તિ જિનપતિ કરે, ગર્ભ હાલે નહિએ, સાત માસ વાડા વોલીયા, માય ચિંતા લહીએ. ૯ સહીઅર ને કહે સાંભળો, કોણે મારો ગર્ભ હર્યોએ, હું રે ભોળી જાણું નહિ, ફોગટ પ્રગટ કર્યો એ. ૧૦ સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દોહગ ટલેરો, તવ જિન જ્ઞાન પ્રચુંજીઓ, ગર્ભથી સલસલેઅ. ૧૧ માતપિતા પરિવારનું, દુઃખ નિવારીયુએ, સંયમ ન લેઉં માય તાય છતાં, જિન નિરધારીયુંએ.. ૧૨
***********
અણદીઠે મોહ એવડો, તે કિમ વિછોહ ખમે એ, નવમાસવાડા ઉપરે, દિન સાડાસાતમે એ. ૧૩ ચૈત્ર સુદિ દિન તેરસે, શ્રી જિન જનમીયા એ, સિદ્ધારથ ભૂપતિ ભલો, ઓચ્છવ તવ માંડીયા એ. ૧૪
વસ્તુ
પુત્ર જન્મ્યો પુત્ર જન્મ્યો, જગત શણગાર, સિદ્ધારથ નૃપ કુલતિલો, કુલમંડણ કુલતણો દીવો, શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલાદેવી સુત ચિરંજીવો, એમ આશિષ દીયે ભલી, આવી છપ્પન કુમારી, સૂતિકર્મ કરે તે સહી, સોહે જિસી હરિની નારી. ૧
ઢાળ ૩ જી
(રાગ - મોટા તે મેઘરથ કે...)
ચલ્યું રે સિંહાસન ઇન્દ્ર જ્ઞાને નિરખતાં એ; જાણી જન્મ જિણંદ, ઇન્દ્ર તવ હરખતાં એ. ૧
++++++++++++++++++++++++
For Private And Personal Use Only