________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇણે અવસર ઇંદ્રાસન ડોલે, નાણે કરી હરિ જોય, માહણી કુખે જગગુરુ પેખે, નમી કહે અઘટતું હોય. ગિ૨ ૯ તતક્ષણ હરિણગમેષી તેડાવી, મોકલીયો તેણે હાય, માહણી ગર્ભ અને ત્રિશલાનો, બિહું બદલીને સુર જાય. ગિ. ૧૦ વળી નિશિભર તે દેવાનંદા, દેખે એ સુપન અસાર, જાણ્યે સુપન ત્રિશલા કર ચઢીચાં, જઇ કહે નિજ ભરથાર. ૧૧ કંથ કહે તું દુઃખ હર સુંદરી, મુજ મન અચરિજ એહ; મરુથલમાંહે કલ્પદ્રુમ દીઠો, આજ સંશય ટળ્યો તેહ. ગિ. ૧૨
(ઢાળ ૨ જી) નયરિ ક્ષત્રિય કુંડ નરપતિ, સિદ્ધારથ ભલો એ, આણ ન ખંડે તસ કોય કે, જગ જસ નિરમલોએ; ૧ તસ પટ્ટરાણી ત્રિશલા સતી, કુખે જગપતિએ, પરમ હર્ષ હિરડે ધરી, ઠવીયા સુરપતિએ ૨ સુખ સજ્જાએ પોઢી દેવી, તો ચૌદ સુપન લહેએ; જાગતી જિન ગુણ ગાવતી, હરખતી ગહગહેએ; ૩ રાજહંસ ગતિ ચાલતી, પિઉ કને આવતીએ, પ્રહ ઉગમતે સૂર કે, વિનવે નિજ પતિને એ. ૪ સુણી વાત રાય રંજીયો, પંડિત તેડીયાએ, તેણે શુભ સુપન વિચારવા, પુસ્તક છોડીરાંએ. ૫ બોલે મધુરી વાણકે, ગુણનિધિ સુત હોશેએ, સુખ સંપત્તિ ઘરે વાધશે, સંકટ સવીભાંજશે એ. ૬ પંડીતને રાયે સંતોષીયો, લચ્છી દીએ ઘણીએ, કહે એ વાણી સફળ હોજો, અમને તુમ તણીએ. ૭
For Private And Personal Use Only