________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળશઃ
એમ પાસ પ્રભુ સુપસાય પામી, નામી અઠ્ઠાઈ ગુણ કહ્યા, ભવિ જીવ સાધો નિત્ય આરાધો, આત્મધર્મે ઉમણાં; સંવત જિન અતિશય વસુ શશી, ચૈત્રી પુનમે ધ્યાઈચા; સોભાગ્યસૂરિશિષ્ય લક્ષ્મી સૂરિ, બહુ સંઘ મંગલ પાઈયા. શ્રી મહાવીરસ્વામિના પંચ કલ્યાણકનું સ્તવન-૭
(રાગ - મેતારક મુનિવર ધન ધન) સરસ્વતી ભગવતી ! દીઓ મતિ ચંગી, સરસ સુરંગી વાણ; તુજ પસાચ માય ! ચિત્ત-ધરીને, જિનગુણ રચણની ખાણ. ગિ. ૧ ગિરુઆ ગુણ વીરજી, ગાઈશું ત્રિભુવનરાય; જશ નામે ઘર મંગલમાલા, તસ ઘર બહુ સુખ થાય. ગિo ૨ જંબૂઢીપ ભરત ક્ષેત્ર માંહે, નચર માહણકુંડ ગામ; બાષભદત્ત વર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયા નામ. ગિ. ૩ સુરવિમાન વર પુષ્પોત્તરથી, ચવી પ્રભુ લીએ અવતાર; તવ તે માહણી રચણી મળે, સુપન લહે દશ ચાર. ગિ. ૪ ધુરે મચગલ મલપતો દેખે, બીજે વૃષભ વિશાળ; ત્રીજે કેશરી, ચોરી લક્ષ્મી, પાંચમે ફુલની માળ. ગિ. ૫ ચંદ્ર સુરજ ધ્વજ કળશ પદ્મસર, દેખે એ દેવ વિમાન; રચણરેહા રચણાચર રાજે, ચૌદમે અગ્નિ પ્રધાન ગિ. ૬ આનંદ ભર જાગી તવ સુંદરી, કંતને કહે પરભાત, સુણીય વિપ્ર કહે તુજ સુત હોશે, ત્રિભુવનમાંહે વિખ્યાત. ગિo o અતિ અભિમાન કિયો મરિચિ ભાવે, જુઓ! જુઓ કર્મવિચાર, તાસ સુતવર, તિહાં થયા કુંવર, વળી નીચકુલે અવતાર. ગિ. ૮
For Private And Personal Use Only